GPS: ગૂગલ મેપ્સ જોઇને રસ્તો શોધવા ગયેલા 3ના મોત, કાર લઇને પુલ પરથી નદીમાં પડ્યા
Google Maps News: ક્ષતિગ્રસ્ત પુલના માર્ગ પર કોઈ સલામતી અવરોધો અથવા ચેતવણી ચિહ્નો નહોતા, જેના કારણે જીવલેણ અકસ્માત થયો
Google Maps News: જીપીએસ સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં એક કાર અકસ્માતનો શિકાર બની. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસ સિસ્ટમની મદદથી જ જઈ રહી હતી.
અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે, રવિવારે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો. ખાલપુર-દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગ્યે આ અકસ્માત થયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા.
આ મામલે સર્કલ ઓફિસર આશુતોષ શિવમે જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં પૂરના કારણે પુલનો આગળનો ભાગ નદીમાં પડી ગયો હતો, પરંતુ સિસ્ટમમાં આ ફેરફાર અપડેટ કરવામાં આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઈવર નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેને ખ્યાલ નહોતો કે પુલ અસુરક્ષિત છે, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત ભાગ પરથી પડી ગઈ હતી.
શિવમે કહ્યું કે, ક્ષતિગ્રસ્ત પુલના માર્ગ પર કોઈ સલામતી અવરોધો અથવા ચેતવણી ચિહ્નો નહોતા, જેના કારણે જીવલેણ અકસ્માત થયો. માહિતી મળતાં જ ફરીદપુર, બરેલી અને દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ વાહન અને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પુલ પરથી નીચે ખાબકી હતી કાર, ગ્રામીણોએ આપી હતી માહિતી -
પોલીસે જણાવ્યું કે, ગામલોકોએ કાર પુલ પરથી પડી હોવાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને બહાર કાઢ્યા અને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા. પૉસ્ટમૉર્ટમ હાઉસ પહોંચેલા પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો જીપીએસ પર ભરોસો કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન બ્રિજ પર જઈ રહી હતી ત્યારે અચાનક બ્રિજ અડધો થઈ ગયો હતો. જેના કારણે કાર નદીમાં કેટલાય ફૂટ ખાબકી હતી. પરિવારના સભ્યો પણ આ મામલે વિભાગીય અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ કે બ્રિજ અધૂરો રહી ગયો હતો અને બેરીકેટ્સ લગાવવામાં આવ્યા ન હતા.
50 ફૂટની ઉંચાઇએથી નીચે ખાબકી કાર
આ દૂર્ઘટના ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગંગા નદી પર બદાઉનના ફરીદપુર-દાતાગંજને જોડતા અધૂરા પુલ પર બની હતી. મળતી માહિતી મુજબ, કારમાં સવાર ત્રણ લોકો મૈનપુરીના કૌશલ કુમાર, ફરુખાબાદના વિવેક કુમાર અને અમિત હતા. કાર દાતાગંજ તરફથી આવી રહી હતી. દરમિયાન, કાર અધૂરા પુલ પર ચઢી અને પછી પુલ પૂરો થતાં જ નદીમાં પડી હતી.
આ પણ વાંચો
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય