શોધખોળ કરો

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

Maharashtra CM: બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે

Maharashtra CM:  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 236 બેઠકો સાથે સત્તાધારી ગઠબંધન મહાયુતિને મોટી સફળતા મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનો નિર્ણય આજે એટલે કે સોમવારે લેવામાં આવે તેવી અપેક્ષા છે. વ્યસ્ત રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાયુતિ-એનડીએની જીતના મુખ્ય શિલ્પી એવા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે ફડણવીસના નેતૃત્વમાં ભાજપ ત્રીજી વખત 100થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.

શિંદે અને અજિત પવારની પાર્ટીએ પણ દાવો કર્યો હતો

બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું છે કે તેમની પાર્ટી પણ ઈચ્છે છે કે તેમના નેતા અજિત પવાર મુખ્યમંત્રી બને. પરંતુ મુખ્યમંત્રી પદનો નિર્ણય મહાયુતિના ત્રણેય પક્ષો સાથે મળીને લેશે.

મોદી-શાહ નિર્ણય લઈ શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ આ અંગે નિર્ણય લઇ શકે છે. માનવામાં આવે છે કે આ બંને ટોચના નેતાઓની સહમતિથી સોમવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

14મી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ રવિવારે માલાબાર હિલમાં રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને 15મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.

આ કામ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 73માં સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર કરવામાં આવ્યું હતું. હવે ત્રણ પક્ષોની ગઠબંધન મહાયુતિ સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ વખતે પણ બે ડેપ્યુટી સીએમ બનાવાશે

માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી મંત્રાલયોનો સંબંધ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 43 મંત્રીઓ હોઈ શકે છે.

શિંદે અને અજિત પવારે પાર્ટીના નેતાઓની પસંદગી કરી

ભાજપના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ભાજપના અધિકારીઓ અને કાર્યકરો ફડણવીસને રાજ્યમાં ટોચના પદ પર જોવા માંગે છે. સોમવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની સંભાવના છે. બીજી તરફ, રવિવારે સવારે અજિત પવારને સર્વસંમતિથી NCP ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

શિવસેનાના નેતા એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવા માટે શિવસેનાના ધારાસભ્યોની બેઠક સોમવારે મોડી સાંજે શરૂ થઈ છે. શિંદેના સાથી નરેશ મ્હસ્કે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક અને દીપક કેસરકરે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના નેતા મુખ્ય પ્રધાન રહે. જો કે આખરી નિર્ણય ત્રણેય પક્ષોના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશેઃ છગન ભુજબળ

એનસીપીના નેતા છગન ભુજબળે પણ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે બેસીને નક્કી કરશે કે અમારો નેતા કોણ હશે. તેમણે કહ્યું કે પવાર મુખ્યમંત્રી પણ બની શકે છે, તેમનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે. આ દરમિયાન એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે.

 મહારાષ્ટ્ર: બીજેપીની પ્રચંડ જીત વચ્ચે મહાગઠબંધનમાં શિંદેની શિવસેના અને અજિત પવારની NCPનું શું થશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget