શોધખોળ કરો
Advertisement
કાળઝાળ ગરમીઃ શુક્રવારે વિશ્વના 15 સૌથી ગરમ શહેરમાં બધા ભારતના
ગ્રીન હાઉસ ગેસના વધતા પ્રભાવને કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસરો થઈ રહી છે. તેનું જ દુષ્પરિણામ છે કે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે.
નવી દિલ્હીઃ ગ્રીન હાઉસ ગેસના વધતા પ્રભાવને કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસરો થઈ રહી છે. તેનું જ દુષ્પરિણામ છે કે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. અલ ડોરાડો નામની એક વેબસાઈટ અનુસાર, શુક્રવારે મધ્ય ભારત પૃથ્વીની સૌથી ગરમ જગ્યા રહી છે. આ વેબસાઈટે શુક્રવારે વિશ્વના સૌથી ગરમ 15 શહેરના નામની યાદી જેહાર કરી છે જે તમામ શહેર ભારતના છે. એ દિવસે સૌથી વદારે તાપમાન મધ્ય પ્રદેશના ખરગોનનું 46.6 ડિગ્રી સેલ્યિસન રહ્યું.
આ યાદીમાં બીજું સૌથી ગરમ શહેર મહારાષ્ટ્રના વિદર્ભનું અકોલા રહ્યું. અહીં તાપમન 46.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અન્ય શહેરની વાત કરીએ તો નાગપુરમાં 45.2, અમરાવીતમાં 45.4, વર્ધામાં 45.7, ચન્દ્રપુરમાં 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ યાદીમાં જે 15 શહેરના નામ છે તેમાં 9 શહેર મહારાષ્ટ્રના, ત્રણ મધ્ય પ્રદેશના, બે ઉત્તર પ્રદેશના અને એક તેલંગાનાનું છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્રના અનેક શહેરમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આ દરમિયાન અહીં 45-47 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
જણાવીએ કે, 2018ને હવામાન વિભાગે 1901 બાદનું સૌથી ગરમ વર્ષ ગણાવ્યું હતું. હવામાન વિભાગ અનુસાર મધ્ય ભારતના લોકોએ વધારે ગરમીનો સામનો કરવો પડશે. વિભાગ અનુસાર આ વખતે તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement