શોધખોળ કરો
ગુજરાતના કયા ધારાસભ્યએ હેમંત સોરેનને આપ્યા અભિનંદન, નામ જાણીને ચોંકી જશો
હેમંત સોરેન ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કરશે.
![ગુજરાતના કયા ધારાસભ્યએ હેમંત સોરેનને આપ્યા અભિનંદન, નામ જાણીને ચોંકી જશો Gujarat btp MLA Chotu Vasava congratulates to Hemant Soren ગુજરાતના કયા ધારાસભ્યએ હેમંત સોરેનને આપ્યા અભિનંદન, નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/29115934/hemant-soren-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન આજે 2.10 કલાકે મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસના વિધાયક દળના નેતા આલમગીર આલમ તથા રામેશ્વર ઉરાંવ પણ મંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
આજે ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના સ્થાપક અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરીને હેમંત સોરેનને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે “આજનો દિવસ ઐતિહાસિક હશે, દેશને નવો સંદેશ મળશે જેના પડઘા દુર દુર સુધી સંભળાશે. અમારી શુભકામના.” જેનો જવાબ આપતા હેમંત સોરેને લખ્યું કે ધન્યવાદ છોટુભાઈ વસાવા.
હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સામેલ થશે. કાર્યક્રમમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમક સ્ટાલીન, હરિવંશ, જીતન રામ માંઝીની સહમતી મળી ગઈ છે. આ સિવાય કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.धन्यवाद @Chhotu_Vasava भाई। https://t.co/scyxBGEe8c
— Hemant Soren (@HemantSorenJMM) December 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)