શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂત: ગુજરાત કેડરના IPS અધિકારીને સોંપાઈ તપાસ, જાણો વિગત
મુંબઈ પોલીસ પણ આ મામલે પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. આ મામલો સત્તાવાર રીતે CBIને તપાસ માટે સોપવામાં આવ્યો છે.
![સુશાંત સિંહ રાજપૂત: ગુજરાત કેડરના IPS અધિકારીને સોંપાઈ તપાસ, જાણો વિગત Gujarat cadre ips officers will investigate the sushant singh rajput death case સુશાંત સિંહ રાજપૂત: ગુજરાત કેડરના IPS અધિકારીને સોંપાઈ તપાસ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/06152341/Shushant-singh-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ અંતે CBIને સોંપવામાં આવી છે. આ કેસમાં CBIની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું નેતૃત્વ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર કરશે. આ ઉપરાંત ગુજરાત કેડરના અન્ય એક અધિકારી ગગનદિપ ગંભીર પણ આ ટીમના સભ્ય છે.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. બિહાર પોલીસની ટીમ દ્વારા મુંબઈમાં આ મામલે તપાસ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ પણ આ મામલે પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. આ મામલો સત્તાવાર રીતે CBIને તપાસ માટે સોપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મનોજ શશીધર CBIના જોઈન્ટ ડાયરેક્ટરના પદ પર છે. આ ઉપરાંત ગગનદિપ ગંભીર CBIમાં DIGના પદે ફરજ બજાવે છે.
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસના વિવાદે હવે રાજકારણનું સ્વરૂપ પણ ધારણ કર્યુ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય છે ત્યારે હાલમાં રિયા ચક્રવર્તી પોલીસની પકડથી દૂર છે. આ ઉપરાંત સુશાંતની મોતની તપાસને લઈને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે પણ ઘર્ષણ હાલ દેશમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)