શોધખોળ કરો
Advertisement
ગુજરાતીઓ 1 જુલાઈથી 5 મહિના માટે નહીં કરી શકે કોઈ પણ શુભ કાર્ય, જાણો શું છે કારણ ?
આ સમયગાળામાં શુભ કામ કરી વર્જિત હોય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે.
અમદાવાદઃ ગુજરાતીઓએ કોઈ પણ સારાં કામ કરી લેવાં હોય તો 30 જૂન સુધીનો સમય છે. એ પછી પાંચ મહિના સપધી કોઈ પણ સારાં કામ નહીં કરી શકાય. તેનું કારણ એ છે કે, 1 જુલાઈથી ચાતુર્માસ શરૂ થાય છે અને હિંદુ પરંપરામાં ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નહીં કરવાની પરંપરા છે. 1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ આમ તો ચાર મહિના થાય પણ આ વખતે અધિક માસ પણ હોવાથી પાચં મહિના સુધી સારાં કામ નહીં કરી શકાય.
ચાતુર્માસને અશુભ માનવામાં આવે છે તેથી હિંદુઓ આ સમયગાળામાં સારાં કામ કરવાથી દૂર રહે છે.
આ સમયગાળામાં શુભ કામ કરી વર્જિત હોય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. અધિક માસના કારણે શ્રાધ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement