શોધખોળ કરો
Advertisement
બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન, નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ માટે લોન્ચ કરી મોબાઈલ એપ
કોરોના મહામારીના કારણે આ વખતે હંમેશાની જેમ બજેટ દસ્તાવેજો છાપવામાં નહીં આવે. તેની જગ્યાએ આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે.
નવી દિલ્હી: બજેટ દસ્તાવેજોના સંકલનની પ્રક્રિયા શનિવારે પારંપરિક હલવા સેરેમનીના આયોજન સાથે શરૂ થઈ ગઈ છે. આ સેરેમનીમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણાં મંત્રાલયના સિનિયર અધિકારીઓએ ભાગ લીધો.
કોરોના મહામારીના કારણે આ વખતે હંમેશાની જેમ બજેટના દસ્તાવેજો છાપવામાં નહીં આવે. તેની જગ્યાએ આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે. આ પહેલા દરવખત બજેટના દસ્તાવેજોનું પ્રકાશન કરવામાં આવતા હતું. આ પહેલીવાર છે જ્યારે દસ્તાવેજોનું પ્રકાશન નહીં કરવામાં આવે.
નાણામંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, આ એક અભૂતપૂર્વ પહેલ હેઠળ કેન્દ્રી બજેટ 2021-22 પહેલીવાર ડિજિટલ તરીકે લોકોને મળશે. બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. નાણાંમંત્રી સિતારમણે યુનિયન બજેટ મોબાઈલ એપ લોન્ચ કરી છે જેથી. સાંસદો અને સામાન્ય લોકોને કોઈ પણ મુશ્કેલી વિના ડિઝિટલ રીતે બજેટના દસ્તાવેજ મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement