શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Happy New Year 2021: ન્યૂઝીલેન્ડમાં શરૂ થઈ નવા વર્ષની ઉજવણી
ઝીલેંડમાં સૌથી પહેલા વર્ષ 2021નું શાનદાર સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી. પેસિફિક આઈલેન્ડના ટોંગામાં આતશબાજી સાથે નવા વર્ષનું જશ્ન શરૂ થયું છે.
નવી દિલ્હી: ન્યૂઝીલેંડમાં સૌથી પહેલા વર્ષ 2021નું શાનદાર સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી. પેસિફિક આઈલેન્ડના ટોંગામાં આતશબાજી સાથે નવા વર્ષનું જશ્ન શરૂ થયું છે. ન્યૂઝીલેન્ડ એ દેશોમાં સામેલ છે, જ્યાં નવું વર્ષ સૌથી પહેલાં આવે છે. નવા વર્ષની સૌથી પહેલી મોટી ઈવેન્ટ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં મનાવવામાં આવે છે. અહીંના હાર્બર બ્રીજ પર 5 મિનિટની આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાએ 2020નો અંતિમ sunset જોવા મળ્યો હતો.
ટોંગા, સમોઆ અને કિરિબાતી દ્રીપો બાદ ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. બાદમાં ઓસ્ટ્રેલિયા જાપાન અને દક્ષિણ કોરિયામાં લોકો નવા વર્ષનું સ્વાગત કરશે. ભારતીય સમય મુજબ ન્યૂઝીલેન્ડમાં સાંજે 04.30 વાગ્યાથી નવા વર્ષનો જશ્ન શરૂ થઈ ગયો છે.
ભારતમાં સૌથી પહેલા આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર ઘાટ પર વર્ષ 2020નો અંતિમ સનસેટ જોવા મળ્યો હતો. સનસેટનો નજારો ખૂબ જ શાનદાર હતો.
આ સિવાય દેશની રાજધાની દિલ્હીમાં પણ 2020નો અંતિમ સૂર્યાસ્ત જોવા મળ્યો હતો. અહીં પણ સનસેટનો નજારો ખૂબ જ સુંદર હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion