શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા હુમલા પર હરભજને વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ઈમરાન કાર્યવાહી કરે
નનકાના સાહિબ ગુરુ નાનકજીનું જન્મસ્થળ છે. અહીં ગુરુવારે ટોળાએ હુમલો થયો હતો જેને લઈને ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ચિંતા વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર ગુરુવારે હુમલો થયો હતો. આ ઘટના પર ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ચિંતા વ્યક્ત કરી છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. હરભજનસિંહે ટ્વિટર પર તે શખ્સ(મોહમ્મદ હસન)ના બે વીડિયો પણ શેર કર્યાં છે. જે ભીડનું નેતૃત્વ કરી રહ્યો હતો અને ઐતિહાસિક શિખ ગુરુદ્રારાની જગ્યાએ મસ્જિદ બનાવવાની ધમકી આપી રહ્યો હતો.
હરભજને શનિવારે ટ્વિટ કર્યું કે, ‘ખબર નહીં કેટલાક લોકોને શું વાંધો છે. કેમ તેઓ શાંતિથી રહી નથી શકતા.... મોહમ્મદ હસન જાહેરમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને તોડીને ત્યા મસ્જિદ બનાવવાની વાત કરી રહ્યો છે. ઈમરાન ખાન જરૂરી યોગ્ય પગલા લે. ’
હરભજને વધુમાં લખ્યું કે, ભગવાન એક છે..... તેનું વિભાજિત ના કરો... અને ના તો એકબીજા પ્રત્યે નફરત પેદા કરો.... ચાલો પહેલા ઈન્સાન બનીએ અને એકબીજાનું સન્માન કરીએ. મોહમ્મદ હસન જાહેરમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને તોડીને ત્યાં મસ્જિદ બનાવવાની ધમકી આપી રહ્યો છે. તે જોઈને દુખી છું. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને શિરોમણી અકાલી દળે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.Don’t know what’s wrong with some people why can’t they live in peace.. Mohammad Hassan openly threatens to destroy Nankana Sahib Gurdwara and build the mosque in that place..very sad to see this @ImranKhanPTI pic.twitter.com/vbmzsZNX1x
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 4, 2020
નનકાના સાહિબ ગુરુ નાનકજીનું જન્મસ્થળ છે. સિરસાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે તે આ ઘટનાને ધ્યાનમાં લે. સિરસા દિલ્હી શીખ ગુરુદ્ધારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ પણ છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે શ્રી નનકાના સાહિબ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી થવી જોઇએ.God is one..let’s not divide it and create hate among each other’s.. let’s be human first and respect each other’s.. Mohammad Hassan openly threatens to destroy Nankana Sahib Gurdwara and build the mosque in that place @ImranKhanPTI plz do the needful 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/egjRo5oml4
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion