શોધખોળ કરો

coronavirus: દેશમાં વધતા કોરોનાના કેસથી ફરી વધ્યું ટેન્શન, છ રાજ્યોને કેન્દ્ર સરકારે આપ્યા નિર્દેશ

કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે.

કોરોના વાયરસે ફરી એકવાર દેશમાં સરકારનું ટેન્શન વધાર્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે. સરકારે આ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે રસીકરણ પણ પાંચ ગણું ઝડપી કરવા જણાવાયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોરોના દર્દીઓમાં સતત વધારો થવાના રિપોર્ટ છે. આવી સ્થિતિમાં આ છ રાજ્યોની સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે અને કોરોનાને લઈને દર્દીઓના ટેસ્ટ, ટ્રેક, સારવાર અને રસીકરણને પાંચ ગણી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયે રાજ્યોને સ્થિતિ પર નજીકથી નજર રાખવા કહ્યું અને ઉલ્લેખ કર્યો કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન COVID-19 કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખાસ કરીને દેશના કેટલાક ભાગોમાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. 8 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં કુલ 2,082 કેસ નોંધાયા છે અને 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં આ આંકડો વધીને 3,264 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં થોડા સમયથી ફરી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધુ કેસ નોંધાઇ રહ્યા છે.  આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા, જે એક દિવસ અગાઉ 155 હતા. આ સાથે રાજ્યની કોવિડ-19ની સંખ્યા વધીને 81,38,829 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 1,48,426 થયો છે, એમ વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું.

બુધવારના ડેટા અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 402 કેસ જોવા મળ્યા છે જ્યારે એક્ટિવ કેસ પણ વધીને 3903 થઈ ગયા છે. અગાઉ, 13 માર્ચે, દેશમાં 444 કેસ મળી આવ્યા હતા જ્યારે 12 માર્ચે, 524 કેસ મળી આવ્યા હતા. 11 માર્ચે 456 અને 10 માર્ચે 440 કેસ નોંધાયા હતા.

H3N2 ઈન્ફલ્યુએન્ઝા નવી સમસ્યા બની

નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ-19ની સાથે ભારતમાં H3N2 પણ છે. આ વાયરસના કેસ પણ સતત સામે આવી રહ્યા છે. એટલે કે ભારતમાં કોરોના અને H3N2 બંનેના કેસ વધવાને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ કોરોના અને બીજી તરફ H3N2ના વધતા જતા કેસોને કારણે આરોગ્ય વિભાગે યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે. H3N2 એ ઈન્ફલ્યુએન્ઝા A વાયરસનો પેટા પ્રકાર છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. H3N2 વાયરસના ચેપના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget