Heatwave Alert: ત્રણ રાજ્યોમાં અગનવર્ષા! 125થી વધુના મોત, આગામી 24 કલાક ખતરનાક
Heatwave Alert: દેશના અનેક રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે. કેટલાક રાજ્યોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ત્રણ રાજ્યોમાં ઘણા લોકોના મોત પણ થયા છે.
India Heatwave Alert: ઉત્તર ભારત તીવ્ર ગરમીની ઝપેટમાં છે. આકરા તાપથી લોકો પરેશાન છે. ગરમીના કારણે લોકો સાંજના સમયે પણ બહાર નીકળતા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. ગરમ પવનના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં છેલ્લા ત્રણ દિવસમાં આકરી ગરમીના કારણે ડઝનેક લોકોના મોત થયા છે.
ત્રણ રાજ્યોમાં અગનવર્ષા
બિહાર, યુપી, ઓડિશામાં તીવ્ર ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે 125થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપી, બિહાર સહિત ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં રવિવાર સુધીમાં ચોમાસું આવવાની ધારણા હતી, પરંતુ હવે 20 જૂન પછી આવવાની ધારણા છે.
બલિયામાં ગરમીના કારણે અનેક લોકોના મોત
યુપી અને બિહાર બંને રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. યુપીના બલિયાની જિલ્લા હોસ્પિટલમાં 11 જૂનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 83 લોકોના મોત થયા છે. જેમાંથી તાપમાન અને ગરમીના કારણે 54 લોકોના મોત થયા છે. બલિયાના ચીફ મેડિકલ ઓફિસર જયંત કુમારે આ રિપોર્ટ વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારને મોકલ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે 15 જૂને 154 દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23ના મોત થયા છે. આ પછી 16 જૂને 137 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 20 દર્દીઓના મોત થયા હતા. અને 17 જૂને 11 દર્દીઓના મોત થયા હતા.
બિહાર અને ઓડિશામાં કેટલા મૃત્યુ થયા?
બિહાર અને ઓડિશા પણ આકરી ગરમીની ઝપેટમાં છે. બિહારમાં 45 લોકોના મોત થયા છે. 18મી જૂને રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. જ્યારે ઓડિશામાં ગરમીના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. એટલે કે ત્રણ રાજ્યોમાં ગરમીના કારણે 129 લોકોએ જીવ ગુમાવ્યા છે.