શોધખોળ કરો

દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે

ભારતમાં હાલ હવામાનનો બેવડો માર; એક તરફ અનેક રાજ્યોમાં 70 kmph ની ઝડપે પવન અને ધોધમાર વરસાદની આગાહી, તો બીજી તરફ ઉત્તર-મધ્ય ભારતમાં આકરી ગરમીનું 'હીટવેવ એલર્ટ'.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશમાં છ ચક્રવાતી પરિભ્રમણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.
  • પૂર્વોત્તર, દક્ષિણ ભારતમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ.
  • આંદામાન, પૂર્વ ભારતમાં વાવાઝોડું, વીજળી સાથે વરસાદની શક્યતા.
  • ઉત્તર, મધ્ય ભારતમાં કાળઝાળ ગરમી, હીટવેવની ચેતવણી.

heavy rainfall alert india: દેશમાં હાલ હવામાનનો મિજાજ એકદમ બદલાયેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, દેશભરમાં 6 જેટલા ચક્રવાતી પરિભ્રમણ (cyclonic circulations) અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આગામી દિવસોમાં ક્યાંક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તો ક્યાંક 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની આશંકા છે. આશ્ચર્યની વાત એ છે કે દક્ષિણ અને પૂર્વ ભારતમાં જળબંબાકારની સ્થિતિ બની શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં આકરી ગરમી એટલે કે હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ક્યાં સક્રિય છે આ ચક્રવાતી સિસ્ટમ?

હાલમાં દક્ષિણ રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન, મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ વિદર્ભના ઉપરના ભાગમાં ચક્રવાતી સિસ્ટમ બનેલી છે, જેની અસર આજુબાજુના હવામાન પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી:

16 અને 17 મે: નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

16, 17 અને 20 થી 22 મે: અરુણાચલ પ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

16 થી 18 મે અને 21 થી 22 મે: આ દિવસોમાં આસામ અને મેઘાલયમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે

દક્ષિણ ભારતમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે:

16 થી 20 મે: કેરળ અને માહેમાં ભારે પવન સાથે વ્યાપક વરસાદની આગાહી છે.

16 અને 17 મે: લક્ષદ્વીપમાં વરસાદ અને તોફાની પવનની સંભાવના છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ખાસ ચેતવણી: 19 અને 20 મેના રોજ રાયલસીમામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ખતરનાક પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 16 મેના રોજ કરા પડવાની પણ શક્યતા છે.

આંદામાન અને પૂર્વ ભારતમાં કેવું રહેશે હવામાન?

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 16 થી 22 મે દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે, જેમાં 16 થી 18 મે વચ્ચે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ગરમીથી પણ રાહત નહીં (હીટવેવ એલર્ટ):

એક બાજુ વરસાદનું જોર છે, તો બીજી બાજુ દેશના કેટલાક ભાગો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને છત્તીસગઢમાં અલગ-અલગ દિવસોમાં આકરી ગરમી (હીટવેવ) ની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનમાં 21 અને 22 મેના રોજ તીવ્ર હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીની સ્પષ્ટ આગાહી છે, જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Frequently Asked Questions

ભારતમાં હાલ હવામાનની શું સ્થિતિ છે?

હાલમાં દેશમાં 6 ચક્રવાતી પરિભ્રમણ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને ક્યાંક 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે.

કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે?

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ભારતમાં ક્યાં જોખમી પવન ફૂંકાઈ શકે છે?

19 અને 20 મેના રોજ રાયલસીમામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ખતરનાક પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 16 મેના રોજ કરા પડવાની પણ શક્યતા છે.

શું દેશના અમુક ભાગોમાં ગરમીનો પ્રકોપ રહેશે?

હા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આકરી ગરમી (હીટવેવ) ની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget