Delhi Weather: દિલ્હી-NCR માં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
રવિવારે સાંજે દિલ્હી NCR માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે અગાઉ દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.

Delhi Rain: રવિવારે સાંજે દિલ્હી NCR માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે અગાઉ દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. ભારે વરસાદ પછી તેને રેડ એલર્ટમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે. વરસાદને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો છે. રવિવાર રજા હોવાને કારણે ભારે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિના કોઈ અહેવાલ નથી. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ નથી. દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે વરસાદ જોવા મળ્યો છે.
#WATCH | Delhi | Heavy rain lashes several parts of the National Capital.
— ANI (@ANI) July 13, 2025
(Visuals from Kartavya Path) pic.twitter.com/rxXQOeFVWM
IMD (ભારત હવામાન વિભાગ) એ તેના સાંજના બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી બે કલાકમાં દિલ્હીમાં ભારેથી ખૂબ જ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન હરિયાણાના સોનીપત, ખારખોડા, ઝજ્જર, ફારુખનગર, સોહાના, પલવલ અને નુહમાં ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, હરિયાણાના પૂર્વી ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં આવતીકાલે હવામાન કેવું રહેશે ?
રાજધાની દિલ્હીના ફિરોઝશાહ રોડ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 14 જુલાઈએ વરસાદની ચેતવણી પણ આપી છે. અંદાજ મુજબ, આવતીકાલે સવારથી વાદળો છવાઈ શકે છે. મધ્યમ વરસાદની અપેક્ષા છે. ગુરુગ્રામ માટે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
દિલ્હી એનસીઆરમાં ચોમાસું સક્રિય
હવામાન વિભાગ અનુસાર, દિલ્હી એનસીઆરમાં ચોમાસું સક્રિય છે અને તેના કારણે આગામી કેટલાક દિવસો સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. રાજધાનીમાં આજે લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 17 જુલાઈ સુધી મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે.





















