શોધખોળ કરો
Advertisement
સિક્કિમમાં વાદળ ફાટતા 300 પર્યટકો ફસાયા, તિસ્તા નદીમાં ઘોડાપૂર
ખાનગી હવામાન સંસ્થાના અહેવાલ અનુસાર, સિક્કિમના ગંગટોક તથા ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતા જનજીવન પ્રભાવીત થયું છે. વરસાદને પગલે 250-300 જેટલા પર્યટકો ફસાઈ ગયા છે.
ખાનગી હવામાન સંસ્થાના અહેવાલ અનુસાર, સિક્કિમના ગંગટોક તથા ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. તો વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેખડ ધસવાથી લઇને રોડ બેસી જવાની અનેક ઘટનાઓ નોંધાઇ છે. રસ્તો બ્લોક થઇ જતા અંદાજે 300 જેટલા મુસાફરો ફસાયા છે, જેઓને લાચેન પોલીસ મદદ કરી રહી હોવાનું સામે આવ્યું છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના પશ્ચિમી તટીય ભાગ સહિત કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.DC #Sikkim North: Approximately 250 to 300 tourists are stranded at Zima, people have been evacuated from 3 places by Lachen police, they will be taken to Lachen. Rainfall continues in Chungthang. Road between Chungthang-Lachen-Thangu blocked at several places. #Sikkim pic.twitter.com/epojXiLJJb
— ANI (@ANI) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement