શોધખોળ કરો
Advertisement
લખનઉ: અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા
આ ઘટના સવારે 6.30 વાગ્યે બની હતી. રંજીત બચ્ચન જ્યારે હજરતગંજ વિસ્તારમાં સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા ત્યારે બાઈકર પર આવેલા બદમાશોએ તેમને ગોળી મારી હતી.
લખનઉ: અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. રંજીત બચ્ચન જ્યારે હજરતગંજ વિસ્તારમાં સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા ત્યારે બાઈકર પર આવેલા બદમાશોએ તેમને ગોળી મારી હતી. લખનઉ હજરતગંજ પોશ વિસ્તારમાંનો એક છે જ્યાં અનેક નેતા સહિત પ્રતિષ્ઠિત લોકો રહે છે. આ ઘટનાને લઈને હવે કાયદા વ્યસ્થતા પર સાવલ ઉઠી રહ્યાં છે.
આ ઘટના સવારે 6.30 વાગ્યે બની હતી. રંજીત બચ્ચન વારસી બિલ્ડિંમાં રહેતા હતા અને તે પોતાના ઘરથી તેમના મિત્ર સાથે ગ્લોબ પાર્કમાં વોકિંગ માટે નીકળ્યા હતા. રંજીત બચ્ચનનો એક મિત્ર પણ ઘાયલ થયો છે, જેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને ગોળી મારીને ફરાર થઈ ગયા છે. રંજીત વચ્ચન સમાજવાદી પાર્ટી માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરતા હતા.
ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને તપાસ હાથ ધરી છે. હત્યારાઓની ધરપકડ માટે એક ટીમનું પણ રચના કરવામાં આવી છે. હત્યારાઓ શહેરીની બહાર ન જાય તે માટે તમામ ચોકીઓને એલર્ટ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement