શોધખોળ કરો
Advertisement
લોકડાઉન દરમિયાન કઇ દુકાનો ખુલશે અને કઇ બંધ રહેશે? દારૂની દુકાનોને લઇને શું આપ્યો આદેશ?
ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ગ્રીન ઝોન વિસ્તાર માટે છે. જે વિસ્તારોને હોટસ્પોટ લાગુ કરવામાં આવ્યા છે ત્યાં આદેશ લાગુ થશે નહીં.
નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. ગૃહ મંત્રાલયે પોતાના નવા આદેશમાં જણાવ્યું હતું કે, તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જરૂરી સાવચેતીને ધ્યાનમાં રાખી 50 ટકા સ્ટાફ સાથે દુકાનો-સંસ્થાઓ ખોલી શકાય છે. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ગ્રીન ઝોન વિસ્તાર માટે છે. જે વિસ્તારોને હોટસ્પોટ લાગુ કરવામાં આવ્યા છે ત્યાં આદેશ લાગુ થશે નહીં.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારની આવાસીય કોલોનીઓ પાસે બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમાં કહ્યું કે, નગરપાલિકા વિસ્તારમાં અને તેની નજીકમાં આવેલ તમામ સિંગલ દુકાનોને બંધ દરમિયાન ખોલવાની મંજૂરી હશે. જોકે, નગર નિગમના વિસ્તારમાં શોપિંગ કોમ્પલેક્સ કે મોલ ત્રણ મે સુધી બંધ રહેશે.
સાથે દારૂની દુકાનોને આ કેટેગરીમાં રાખવામાં આવી નથી. તેમને શોપ અને એસ્ટેબ્લિશમેન્ટ એક્ટના બદલે કોઇ અન્ય કેટેગરીમાં રાખવામાં આવી છે. એટલે કે દારૂની દુકાનો હાલમાં બંધ રહેશે. સાથે જ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. સાથે પાલિકા બજાર જેવા માર્કેટ પણ ખુલશે નહીં.
સાથે ગૃહ મંત્રાલયે શરત રાખી છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુકાન અને પ્રતિષ્ઠાન અધિનિયમ અંતર્ગત રજિસ્ટર્ડ દુકાન હોવી જોઇએ. દુકાનોમાં ફક્ત 50 ટકા સ્ટાફ કામ કરી શકશે. તે સિવાય સ્ટાફને ફરજિયાત માસ્ક પહેરવું પડશે. આવી દુકાનોને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓનું પાલન કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion