શોધખોળ કરો
Advertisement
રામ મંદિરને લઈને મોટા સમાચાર, દિલ્હી ચૂંટણી પહેલા જ ટ્રસ્ટની જાહેરાત કરી શકે છે ગૃહ મંત્રાલય- સૂત્ર
વિશ્વ હિન્દુ પરિષના બે અને આરએસએસમાંથી એક 1 સભ્ય ટ્રસ્ટમાં સામલે થઈ શકે છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અયોધ્યા માટે રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત થઈ શકે છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગૃહ મંત્રાલય આ મામલે નોટિફિકેશન જાહેર કરી શકે છે. હાલમાં રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવનાર નામોને લઈને નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું કે, રામ મંદિર ટ્રસ્ટમાં 8થી 18 લોકોના નામ હોઈ શકે છે. કહેવાય છે કે, ટ્રસ્ટના સંરક્ષ મંડળમાં કેટલાક નામ પદ અનુસાર હશે, જેમ કે મુખ્યમંત્રી, રાજ્યપાલ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ. ઉપરાંત અયોધ્યાના સંત પણ તેમાં સામેલ હશે.
વિશ્વ હિન્દુ પરિષના બે અને આરએસએસમાંથી એક 1 સભ્ય ટ્રસ્ટમાં સામલે થઈ શકે છે. જોકે ભાજપ તરફથી પણ એક નામ સામેલ કરવાનું દબાણ છે. હાલમાં નોટિફિકેશન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, મસ્જિદ માટે ત્રણ જગ્યાનો પ્રસ્તાવ છે પરંતુ મંદિર-મસ્જિદ નિર્માણ પર એક સ્કીમ બનાવવામાં આવી છે. જેને કેન્દ્રીય કેબિનેટ મંજૂરી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement