શોધખોળ કરો
દિલ્હીના જામિયાનગરમાંથી પત્ની અને પતિની ધરપકડ, જાણો વિગત
આ બંને પર CAAની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ છે. દિલ્હી પોલીસનો દાવો છે કે, જહાંજેબ સામી અને હીના બશીરના તાર ISISના ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા છે.

નવી દિલ્હી: દિલ્લી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ISIS સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓને દિલ્લી પોલીસે ઝડપી પાડ્યાં હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. ઓખલાના જામિયાનગરમાંથી આતંકી સાથે સંકળાયેલું દંપતિ ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જહાંજેબ સામી અને હિના બશીર બેગની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્લી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ દંપતિ ISISના ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલું છે. જામિયાનગરમાં આ દંપતિ CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું હતું ત્યારે પોલીસે ઝડપી પાડ્યું છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ બંને પર CAAની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ છે. દિલ્હી પોલીસનો દાવો છે કે, જહાંજેબ સામી અને હીના બશીરના તાર ISISના ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા છે. બંને પતિ-પત્ની જમ્મૂ કાશ્મીરના શ્રીનગરના રહેવાસી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ દંપતિએ ‘ઇન્ડિયન મુસ્લિમ યુનાઇડેટ’ના નામથી એક સોશિયલ મીડિયા પેજ બનાવવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને ભારતીય નાગરિકોના રાષ્ટ્રવ્યાપી રજિસ્ટરની વિરૂદ્ધ પ્રદર્શનકારીઓ એક કરવાનું છે.
પોલીસે કહ્યું હતું કે, આ દંપતિ કેટલાક સમયથી ઈન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર હતું. પોલીસે ખુલાસો કર્યો કે તેઓ ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હી રહેવા આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
