શોધખોળ કરો
Advertisement
બીજેપીના આ દિગ્ગજ નેતાએ હૈદરાબાદ એન્કાઉન્ટર પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- બંદૂક હોય તો મારી નાંખવાના બધાને......
મેનકા ગાંધીએ સવાલો ઉભા કર્યા, કહ્યું કે, આ દેશ માટે બહુજ ખતરનાક છે. જો કાયદા પ્રમાણે સજાની જોગવાઇ છે તો બંદૂક ચલાવવી યોગ્ય નથી
નવી દિલ્હીઃ તેલંગાણા પોલીસે આજે હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધુ છે. આ ચારેય આરોપીઓ પોલીસની પકડ હતા અને ભાગવાની કોશિશ કરી રહ્યાં હતા. હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર હવે કેટલાક નેતાઓ દ્વારા સવાલો પણ ઉભા કરવામાં આવ્યા છે, આ લિસ્ટમાં બીજેપીના દિગ્ગજ નેતા મેનકા ગાંધી પણ સામેલ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા મેનકા ગાંધીએ સવાલો ઉભા કર્યા, કહ્યું કે, આ દેશ માટે બહુજ ખતરનાક છે. જો કાયદા પ્રમાણે સજાની જોગવાઇ છે તો બંદૂક ચલાવવી યોગ્ય નથી.
મેનકા ગાંધીએ શું કહ્યું.....
મેનકા ગાંધીએ એબીપી ન્યૂઝને કહ્યું કે, ‘આ દેશ માટે બહુજ ખતરનાક છે, આપણા દેશમાં કાયદો છે, કોર્ટ છે, લોકો છે. કાયદા પ્રમાણે સજા આપવા માટે લોકો છે તો પહેલા બંદૂક ચલાવીને કેમ મારી રહ્યાં છો.’ તેમને કહ્યું કે ‘આ કેસમાં મોડુ થઇ રહ્યું છે તો શું આપણે બધાનો બંદૂક લઇને મારી નાંખીશું.’
પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા.
સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે આજે સવારે 3 થી 6 વાગ્યની વચ્ચે ચંદનપલ્લી, શાદનગરમાં ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવિન, શિવા અને ચેન્નેકશવુલુ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.#WATCH Maneka Gandhi:Jo hua hai bohot bhayanak hua hai desh ke liye. You can't take law in your hands,they(accused) would've been hanged by Court anyhow. If you're going to shoot them before due process of law has been followed, then what's the point of having courts,law&police? pic.twitter.com/w3Fe2whr31
— ANI (@ANI) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement