શોધખોળ કરો
Advertisement
હૈદ્રાબાદ એન્કાઉન્ટર પર ઊઠ્યા સવાલ, પોલીસ પર FIR નોંધવાની માગ
રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, એન્કાઉન્ટર હંમેશાં યોગ્ય ન કહેવાય.
નવી દિલ્હીઃ હૈદ્રાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપી સાથે થયેલ એકાઊન્ટર પર સવાલ ઉઠવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ વૃંદા ગ્રોવરે પોલીસ પર એફઆઈઆર નોંધવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, પોલીસ પર કેસ નોંધવામાં આવે અને સમગ્ર મામલે સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી છે. મહિલાના નામ પર કોઈપણ પોલીસ એનકાઊન્ટર કરવું ખોટું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, “એન્કાઉન્ટર હંમેશાં યોગ્ય ન કહેવાય. આ બાબતમાં પોલીસના દાવા અનુસાર, આરોપી બંદૂક લઈને ભાગી રહ્યા હતા. એટલે કદાચ તેમનો આ નિર્ણય યોગ્ય છે. અમારી માંગણી હતી કે, આરોપીઓને ફાંસીની સજા મળે, પરંતુ કાયદાકિય પ્રક્રિયા અંતર્ગત. અમે ઈચ્છતા હતા કે, ઝડપી ન્યાય મળે. આખી કાયદાકિય પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી થવી જોઇએ. આજે લોકો એન્કાઉન્ટરથી ખુશ છે, પરંતુ આપણું બંધારણ છે, કાયદાકિય પ્રક્રિયા છે.”
તો બીજેપી નેતા કપિલ મિશ્રાએ, “ધન્યવાદ હૈદરાબાદ પોલીસ, આ જ બળાત્કારીઓને પાઠ ભણાવવાનો ઉપાય છે. આશા છે અન્ય રાજ્યોની પોલીસ તમારી પાસેથી શીખ લેશે.”Rekha Sharma, National Commission for Women on #Telangana encounter: As a common citizen I am feeling happy that this was the end we all wanted for them. But this end was supposed to be through the legal system. It should have happened through proper channels. pic.twitter.com/FISS5EVQyF
— ANI (@ANI) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement