શોધખોળ કરો

ભારતીય પાયલટનો વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન, જાણો શું છે જોગવાઈ

નવી દિલ્હીઃ ભારતના એરફોર્સના ગુમ પાયલટ પાકિસ્તાન હોવાની પુષ્ટી થઇ ગઇ છે. સાથે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે એરફોર્સના પાયલટને જલદી સુરક્ષિત પાછો સોંપે. ભારતે પાકિસ્તાનને ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે ભારતીય પાયલટને પાકિસ્તાનની કસ્ટડીમાં કોઇ નુકસાન ના પહોંચે. એરસ્ટ્રાઇકથી ડરેલા પાકિસ્તાને એલઓસીની અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ડિયન એરફોર્સે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ આ સંઘર્ષ દરમિયાન એક ભારતીય પાયલટ પાકિસ્તાનના ચંગુલમાં ફસાઇ ગયો હતો. જેની સાથે મારપીટ કર્યાની તસવીરો પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં પાયલટ સાથે મારપીટ અને અભદ્રતાના વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે. જોકે આ પ્રકારે યુદ્ધ હેઠળ પકડાતા કેદીઓને લગતા કેટલાંક નિયમો છે. આતંરરાષ્ટ્રીય જિનિવા સંધિમાં યુદ્ધ કેદીઓને લઇને કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. જે હેઠળ યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ અથવા તેઓનું અપમાન ના કરી શકાય. યુદ્ધ કેદીઓને લઇને જનતામાં ઉત્સુકતા પેદા પણ ના કરી શકાય. જિનિવા સંધિ હેઠળ યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય છે અથવા યુદ્ધ બાદ તેઓને જે-તે દેશને પરત સોંપવામાં આવે છે. સેનાના જવાન પકડાઇ જવા પર યુદ્ધ કેદીઓને પોતાનું નામ, સૈન્ય પદ અને નંબર જણાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે, વિશ્વના કેટલાંક દેશોએ જિનિવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યુ છે. જિનિવા સંધિનો સામાન્ય રીતે સંબંધ બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવેલી સંધિઓ અને નિયમોથી છે. તેનો મુખ્ય હેતુ યુદ્ધના સમયે વ્યક્તિગત મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદો તૈયાર કરવાનો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Embed widget