શોધખોળ કરો

MP: મિત્રને  કુલપતિ બનાવવા અમિત શાહ બની રાજ્યપાલને કર્યો ફોન, બેની  ધરપકડ

આ વ્યક્તિએ મધ્યપ્રદેશ આયુવિજ્ઞાન યુનિવર્સિટીમાં કુલપતિના પદ પર પોતાના મિત્રની નિમણૂક માટે કોઇ સામાન્ય વ્યક્તિ કે મોટા અધિકારીને નહી પણ સીધું રાજ્યપાલને જ ફોન કરી આદેશ આપી દીધો હતો.

  ભોપાલઃ મધ્યપ્રદેશમાં પોતાના મિત્રને એક યુનિવર્સિટીના  કુલપતિની નિમણૂક કરાવવા માટે એક વ્યક્તિએ એવું કામ કર્યું જેને સાંભળીને મોટા મોટા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ  વ્યક્તિએ મધ્યપ્રદેશ આયુવિજ્ઞાન યુનિવર્સિટીમાં  કુલપતિના પદ પર પોતાના મિત્રની નિમણૂક માટે કોઇ સામાન્ય વ્યક્તિ કે મોટા અધિકારીને નહી પણ સીધું રાજ્યપાલને જ ફોન કરી આદેશ આપી દીધો હતો. ગૃહમંત્રી અમિત શાહ બની રાજ્યપાલને ફોન કરી નિમણૂકનો આદેશ આપનાર વ્યક્તિ અને તેને સાથીની  મધ્યપ્રદેશ એસટીએફએ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપી કુલદીપ  વાઘેલા એરફોર્સમાં વિંગ કમાન્ડરના પદ પર તૈનાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે હાલમાં દિલ્હીમાં તૈનાત છે. જ્યારે તેના સાથીનુ  નામ  ડોક્ટર ચંદ્રેશ શુક્લા છે. મધ્યપ્રદેશ એસટીએફના એડીજી અશોક અવસ્થીએ કહ્યું કે, જબલપુર સ્થિત મધ્યપ્રદેશ આયુવિજ્ઞાન યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક થવાની હતી. આ પદ માટે ભોપાલના સાકેત નગર વિસ્તારમાં રહેતા ડોક્ટર ચંદ્રેશ કુમાર શુક્લાએ પોતાનો બાયોડેટા આપ્યો છે. આ વચ્ચે એક દિવસ ડોક્ટર શુક્લાએ દિલ્હીમાં  રહેતા  પોતાના મિત્ર એરફોર્સના વિંગ કમાન્ડર કુલદીપ વાઘેલા સાથે વાતચીત કરી હતી અને કહ્યુ  હતું કે શું તે કોઇ મોટા વ્યક્તિને  રાજ્યપાલને ફોન કરવાનું  કહી શકે છે. જેના  પર કુલદીપે કહ્યું કે, તે ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજ્યપાલને ફોન કરાવી દેશે. કુલદીપ જ્યારે તેમાં સફળ ના થઇ શક્યો તો તેણે જાતે જ ગૃહમંત્રી અમિત શાહ બની રાજ્યપાલ લાલજી ટંડનને ફોન કરી આદેશ આપતા કહ્યું કે, ડોક્ટર ચંદ્રેશ કુમાર શુક્લાને આયુવિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ  બનાવવામાં આવે. રાજ્યપાલને  તેના અવાજ અને વાત કરવાની સ્ટાઇલ પર શંકા ગઇ તો રાજ્યપાલે આ જાણકારી સ્ટાફને આપી હતી.  ત્યારબાદ રાજ્યપાલના  સ્ટાફે ગૃહમંત્રીના દિલ્હી સ્થિત ઓફિસ અને ઘર પરથી આ પ્રકારના ફોન  કોલ્સની જાણકારી લીધી તો ખ્યાલ આવ્યો કે ગૃહમંત્રીએ આવો કોઇ કોલ કર્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Embed widget