શોધખોળ કરો
Advertisement
COVID-19ની રસી વિકસિત કરવા માટે ભારત બાયોટેક સાથે કામ કરી રહ્યુ છે ICMR
આઇસીએમઆર કોવિડ-19ની પૂર્ણ સ્વદેશી રસી વિકસિત કરવા માટે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને કામ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ આઇસીએમઆર કોવિડ-19ની પૂર્ણ સ્વદેશી રસી વિકસિત કરવા માટે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને કામ કરી રહ્યું છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુ કે રસીના વિકાસ આઇસીએમઆરની પુણે સ્થિત એનઆઇવીમાં અલગ કરવામાં આવેલા વાયરસના પેટા-પ્રકારનો ઉપયોગ કરીને કરવામાં આવશે. પેટા-પ્રકારને એનઆઇવીથી સફળતાપૂર્વક બીબીઆઇએલ મોકલી દેવામાં આવ્યો છે.
આરોગ્ય સંશોધન એકમે એક નિવેદનમાં કહ્યુ કે, બે ભાગીદારો વચ્ચે રસીના વિકાસ પર કામ શરૂ થઇ ચૂક્યું છે. આઇસીએમઆર-એનઆઇવી રસીના વિકાસ માટે બીબીઆઇએલને સતત મદદ પહોંચાડશે. નોંધનીય છે કે કોરોના મહામારીની સારવાર માટે દુનિયાભરમાં ચાલી રહેલા સંશોધનો વચ્ચે ભારતીય વૈજ્ઞાનિક પણ જ્યાં સારવારની સંભાવના જોવા મળી રહી હોય તેવા તમામ વિકલ્પની શોધ કરી રહ્યા છે. આ કડીમાં સરકાર હવે મોનોક્લોનલ એન્ટીબોડી બનાવવાની યોજનાને મંજૂરી આપવા જઇ રહી છે જે કોરોના વાયરસને મારવામાં કારગર સાબિત થઇ શકે છે. આ મારફતે ભવિષ્યમાં કોરોના વાયરસ સામે ઢાલ બનાવવાની તૈયારી છે.
ભારતના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સરકાર અનેક સંસ્થાઓના સામૂહિક પ્રયાસવાળી યોજનાને મંજૂરી આપવા જઇ રહી છે જે હેઠળ SARS-CoV-2 પર વાર કરવામાં સક્ષમ હ્યુમન મોનોક્લોનન એન્ટીબોડી બનાવવામાં આવશે. આ યોજનાને રાષ્ટ્રીય કોષવિજ્ઞાન કેન્દ્ર, આઇઆઇટી ઇન્દોર, પ્રેડ ઓમિક્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને કામ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement