શોધખોળ કરો
VI, Jio અને Airtelના આ છે 400 રૂપિયાનાં બેસ્ટ પ્લાન, જાણો કઈ કંપની આપે છે સૌથી વધારે ડેટા
Airtelના આ 399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળી રહ્યો છે.

ફેસ્ચિવલ સીઝનમાં તમારે સંબંધી અને મિત્રોને દિવાળીની વિશ મોકલતા હશો. ત્યારે ટિલકોમ કંપનીઓ પણ પોતાના યૂઝર્સની જરૂરિયાત પ્રમાણે પ્લાન્સ રજૂ કરતી રહે છે. જો તમારું મહિનાનું બજેટ 400 રૂપિયા છે અને તમે એક સારો પ્રીપેઈડ પ્લાન લેવાનું વિચારો છો તો અહીં અમે તમને કેટલાક સારા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ. Vodafoneનો 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન વોડાફોન 399 રૂપિયામાં દરરજો 3 જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે. ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 એસએમએસ ફ્રી મળી રહ્યા છે. આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ZEE5નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. Jioનો 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં અનલિમિટેડ જિયોથી જિયો નેટવર્ક પર વોઇસ કોલિંગ આપી રહી છે. આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. તેની સાથે જ ઓફનેટ કોલિંગ માટે 2000 મિનિટ આપવામાં આવી રહી છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 એસએમએસ કરી શકાશે. ઉપરાંત જિઓ મૂવીઝ, જિયો સાવન, જિયો ટીવી, જિયો ચેટ જેવી એપ્સ ફ્રીમાં મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. Airtelનો 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન Airtelના આ 399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળી રહ્યો છે. ઉપરાંત આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વાત કરવાની સુવિધા મળશે. આ પ્લાન અંતર્ગત Airtel Xstream, ફ્રી હેલો ટ્યૂન્સ, વિંક મ્યૂઝિક જેવી એપ્સ ફ્રી એક્સેસ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. Airtel, Reliance Jio અને Vodafoneના બધા પ્લાન્સની કિંમત સરખી છે, પરંતુ આ ત્રણેયમાં Vodafoneનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે, કારણ કે અહીં કંપની રોજ 3 જીબી ડેટા ઓફર કરી રહી છે. પરંતુ અમારી સલાહ એ જ છે કે તમે એ જ કંપનીનો પ્લાન પસંદ કરો જેનું નેટવર્ક તમારે ત્યાં બેસ્ટ હોય.
વધુ વાંચો





















