શોધખોળ કરો

IMD Alert: નવી સિસ્ટમ એક્ટિવ થઈ, ફરી વરસાદ ધબધબાટી બોલાવશે, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. દિલ્હી-NCR હવામાન અપડેટ મુજબ આગામી 24 કલાકમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.નવી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 

ઝારખંડમાં યલો એલર્ટ

IMD એ ઝારખંડ માટે એલર્ટ જાહેર કર્યું છે.  જેમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને અલગ અલગ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને વીજળી પડવાનું જોખમ પણ રહેશે.

બિહારમાં ભારે વરસાદનું એલર્ટ 

બિહાર હવામાન અપડેટ મુજબ,  જમુઈ, મુંગેર, બાંકા, ભાગલપુર, ખગરિયા અને ઉત્તર બિહારના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ દરમિયાન, મધુબની, સુપૌલ, અરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં પણ ભારે વરસાદની આગાહી છે. પટણા, ભાબુઆ અને લખીસરાય સહિત અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ  19 સપ્ટેમ્બર સુધીમાં તમિલનાડુ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા વાવાઝોડાની આગાહી કરી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ આવી જ હવામાન સ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અન્ય વિસ્તારોમાં શક્યતા

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

રાજસ્થાનમાં વરસાદ

રાજસ્થાનમાં ચોમાસાએ જોરદાર વાપસી કરી છે અને પૂર્વ રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. અહીં પાંચથી વધુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજસ્થાનમાં ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવના છે.  આજે પણ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget