શોધખોળ કરો

Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરથી વિનાશ વેરાયો છે. દરમિયાન હવામાન વિભાગે સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મંગળવારે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 17-18ના રોજ, પૂર્વ રાજસ્થાનમાં 18ના રોજ, ઓડિશામાં 19ના રોજ અને આંધ્રપ્રદેશ અને તેલંગણામાં 18-19 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં અનેક ફૂટ પાણી ઘૂસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી.

અનંતનાગમાં વાદળ ફાટ્યું, મકાનને નુકસાન

રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડૂરુ વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. જેના કારણે એક મકાનને નુકસાન થયું હતું. આ ઘટનામાં એક પશુનું મોત થયું છે. વહીવટીતંત્ર નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ઉત્તર પ્રદેશ, આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનો સાથે વાત કરી હતી અને પૂર અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફોન પર વાતચીતમાં શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિશે ગૃહપ્રધાનને માહિતી આપી હતી. શાહે ત્રણેય મુખ્યમંત્રીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget