શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી, યુપી અને બિહાર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો, જાણો કયા રાજ્ય અને જિલ્લામાં કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 19 ઓગસ્ટે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું.
  • 80-85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
  • ભૂસ્ખલન, વીજળી, કરા પડવાની આગાહી; ખેડૂતોને સાવચેતીની સૂચના.

IMD Weather Alert: દેશભરમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાના પ્રકોપ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એક નવું અને ચિંતાજનક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 19 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ભયંકર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આગામી 24 કલાક ભારે સાવચેતીના

પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે પૂર્વ ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની અને તોફાનની આગાહી છે. આ ભયાનક વાવાઝોડામાં મોટા વૃક્ષો ધરાશાયી થઈને રસ્તા પર પડી શકે છે. ખાસ કરીને ગંગાના મેદાની વિસ્તારોમાં રહેતા લોકો માટે આગામી 24 કલાક મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં કરા પડવાની પણ સંભાવના છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ખેડૂતો અને માછીમારોને નદીઓ અને દરિયા કિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન અચાનક કેમ બગડ્યું?

બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનો આ મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે 'લો-પ્રેશર' (નીચા દબાણનો વિસ્તાર) સર્જાયું છે, જેનાથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તેમજ ઝારખંડની આસપાસના વિસ્તારોમાં હવાનું ચક્રવાત (સાયક્લોનિક સરક્યુલેશન) રચાયું છે.

23 રાજ્યોમાં હાઈ એલર્ટ જારી

હવામાન વિભાગે દેશના 23 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી આપી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 85 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

આવો જાણીએ આવતીકાલે (19 ઓગસ્ટે) કયા રાજ્યમાં કેવો રહેશે માહોલ:

દિલ્હી: રાજધાનીમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી છે. 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ (UP): ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, મથુરા, આગ્રા, અલીગઢ, રાયબરેલી, મિર્ઝાપુર, સોનભદ્ર, પ્રતાપગઢ, બાંદા, ફતેહપુર, કાનપુર, શામલી, બદાયૂં, ઇટાવા, ગાઝીપુર, ગોરખપુર, દેવરિયા, પ્રયાગરાજ અને બસ્તીમાં એલર્ટ છે. લખનૌમાં તાપમાન 33°C (મહત્તમ) અને 28°C (લઘુત્તમ) રહેશે.

બિહાર: સિવાન, પટના, ગયા, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, વૈશાલી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, કિશનગંજ, પૂર્ણિયા, અરરિયા, બેગૂસરાય, ભાગલપુર અને લખીસરાયમાં 55 થી 60 kmph ની ઝડપે ભારે પવન અને વરસાદ ખાબકશે. પટનામાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ 28°C રહેશે.

ઝારખંડ (19 અને 20 ઓગસ્ટ): રાંચી, બોકારો, જમશેદપુર, સિમડેગા, દેવઘર, દુમકા, હજારીબાગ, ધનબાદ, રામગઢ, ખુંટી, ચતરા અને પલામુમાં 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે. રાંચીમાં તાપમાન 27°C / 23°C નોંધાઈ શકે છે.

ઉત્તરાખંડ: પિથોરાગઢ, ચમોલી, અલ્મોડા, બાગેશ્વર, હરિદ્વાર, નૈનીતાલ, ઋષિકેશ, પૌડી ગઢવાલ, ચંપાવત અને ટિહરી ગઢવાલમાં 50 kmph ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. દેહરાદૂનમાં તાપમાન 27°C / 24°C રહેશે.

આ પણ વાંચોઃ 17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

હિમાચલ પ્રદેશ: ચંબા, કુલ્લુ, કાંગડા, કિન્નૌર, મંડી, ઉના, હમીરપુર, સોલન અને બિલાસપુરમાં 40 થી 50 kmph ના ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. મનાલીમાં તાપમાન ઘટીને 15°C / 11°C સુધી પહોંચી શકે છે.

જમ્મુ અને કાશ્મીર: કુપવાડા, મીરપુર, જમ્મુ, કિશ્તવાડ, પૂંચ, બારામુલ્લા, અનંતનાગ, રિયાસી, ગાંદરબલ, ઉધમપુર, બાંદીપોરા, રામબન અને શોપિયાંમાં 60 kmph ના પવન સાથે તોફાનની ચેતવણી છે. શ્રીનગરમાં તાપમાન 28°C / 20°C રહેશે.

પશ્ચિમ બંગાળ: કોલકાતા, હાવડા, જલપાઈગુડી, કાલિમપોંગ, માલદા, અલીપુરદ્વાર, દુર્ગાપુર, દાર્જિલિંગ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને કૂચબિહારમાં 50 થી 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે. કોલકાતામાં તાપમાન 33°C / 28°C રહેશે.

પંજાબ (19 અને 20 ઓગસ્ટ): કપૂરથલા, હોશિયારપુર, ગુરદાસપુર, અમૃતસર, ભટિંડા, ચંદીગઢ, લુધિયાણા, ફરીદકોટ, ફિરોઝપુર અને સંગરુરમાં 70 kmph ની ઝડપે પવન અને વાવાઝોડાની આગાહી છે.

રાજસ્થાન: કરૌલી, બારાં, ઝાલાવાડ, બાડમેર, બિકાનેર, જયપુર, કોટા, ઉદયપુર, અલવર, ચુરુ, અજમેર, ભરતપુર, જેસલમેર, જાલોર અને ભીલવાડામાં હળવો વરસાદ અને 40 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ 27°C રહેશે.

મધ્યપ્રદેશ (MP): વિદિશા, દમોહ, નરસિંહપુર, દેવાસ, હરદા, ધાર, સાગર, ઇન્દોર, બાલાઘાટ, ખંડવા, સિઓની, હોશંગાબાદ, ખરગોન, ભોપાલ, બેતુલ, મંડલા અને સીધીમાં 45 થી 50 kmph ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. ભોપાલમાં તાપમાન 29°C / 24°C રહેશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કઈ મુખ્ય ચેતવણી જારી કરવામાં આવી છે?

IMD એ 19 ઓગસ્ટે 23 રાજ્યોમાં ભારે વરસાદ અને 80-85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચિંતાજનક આગાહી કરી છે.

આ હવામાનને કારણે કયા પ્રકારના સંભવિત જોખમોની ચેતવણી અપાઈ છે?

ભૂસ્ખલન, ગાજવીજ સાથે વીજળી પડવી, મોટા વૃક્ષો ધરાશાયી થવા અને કેટલાક રાજ્યોમાં કરા પડવાની સંભાવના છે. ખેડૂતો અને માછીમારોને નદી-દરિયાકિનારાથી દૂર રહેવા જણાવાયું છે.

હવામાન અચાનક ખરાબ થવા પાછળનું મુખ્ય કારણ શું છે?

બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનો, ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે 'લો-પ્રેશર' અને પૂર્વી ઉત્તર પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળમાં હવાનું ચક્રવાત રચાયું છે.

કેટલા રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તેમાં કયા મુખ્ય રાજ્યોનો સમાવેશ થાય છે?

દેશના 23 રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કરાયું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget