શોધખોળ કરો

દેશમાં ડબલ ઋતુનો માર: 12 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા વરસાદ, જ્યારે 6 રાજ્યોમાં ગરમી ભુક્કા કાઢશે

19 એપ્રિલ માટે હવામાન વિભાગની ચેતવણી; ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ અને દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, તો બીજી તરફ યુપી, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં હિટવેવની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૨ રાજ્યોમાં ભારે પવન, વાવાઝોડા સાથે વરસાદની સંભાવના.
  • ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ૬ રાજ્યોમાં હીટવેવની આગાહી.
  • દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, ૪૦-૬૦ કિમી/કલાકની ઝડપે પવન.
  • પહાડી, પૂર્વોત્તર રાજ્યો, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ.

Weather Forecast: દેશભરમાં અત્યારે હવામાનમાં રોજ નવી વધઘટ જોવા મળી રહી છે. એક તરફ ભયંકર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 19 એપ્રિલે દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં હિટવેવ (ભારે ગરમીનું મોજું) આવવાની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે હવામાન વિભાગે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપી છે.

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, ભારે પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હીમાં પશ્ચિમથી પૂર્વ તરફ એક તીવ્ર વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેની અસરથી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ પડવાની ધારણા છે. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે દિલ્હી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં રહેશે ભયંકર ગરમી (હીટવેવ)

આ અઠવાડિયે ભારતના પૂર્વ કિનારે હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. નીચે મુજબના રાજ્યોમાં હીટવેવની આગાહી છે:

18 થી 20 એપ્રિલ: પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો

18 અને 19 એપ્રિલ: પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ

19 થી 22 એપ્રિલ: પૂર્વી રાજસ્થાન અને ઓડિશા

20 અને 21 એપ્રિલ: ઝારખંડ

21 અને 22 એપ્રિલ: પશ્ચિમી રાજસ્થાન

ક્યાં પડશે ભારે વરસાદ અને બરફ?

પહાડી વિસ્તારો: 18 અને 19 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 30 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદ કે બરફ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં અમુક જગ્યાએ કરા પણ પડી શકે છે.

પૂર્વોત્તર રાજ્યો: અરુણાચલ પ્રદેશમાં 19 થી 21 એપ્રિલ, જ્યારે આસામ અને મેઘાલયમાં 18, 19 અને 21 એપ્રિલે ભારે વરસાદની ચેતવણી છે.

પંજાબ: અહીં અલગ અલગ સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મધ્ય ભારતમાં વરસાદ

18 થી 22 એપ્રિલ દરમિયાન ઓડિશામાં અને 18 21 એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે.

મધ્ય ભારતમાં 19 20 એપ્રિલે પશ્ચિમ મધ્યપ્રદેશમાં, જ્યારે 18, 20 અને 21 એપ્રિલે છત્તીસગઢમાં હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતમાં પણ વાવાઝોડાની અસર

18 થી 22 એપ્રિલ દરમિયાન આંતરિક કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 30 50 કિમીની ઝડપે પવન અને વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

18 થી 21 એપ્રિલ સુધી ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં કરા પડવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર અને ગોવાનું હવામાન

18 થી 22 એપ્રિલ સુધી મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં, જ્યારે 20 અને 21 એપ્રિલના રોજ કોંકણ અને ગોવામાં 30 40 કિમીની ઝડપે તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 18 એપ્રિલે મરાઠવાડા વિસ્તારમાં છૂટાછવાયા કરા પડવાની પણ આગાહી છે.

Frequently Asked Questions

કયા રાજ્યોમાં 19 એપ્રિલે વાવાઝોડા સાથે વરસાદ પડશે?

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 19 એપ્રિલે દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

કયા રાજ્યોમાં ભારે ગરમી (હીટવેવ) ની આગાહી છે?

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોમાં હિટવેવ આવવાની આગાહી કરવામાં આવી છે.

દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા કઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે?

દિલ્હીમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને મધ્યમ વરસાદ પડશે, તેથી હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

પહાડી વિસ્તારોમાં 18 અને 19 એપ્રિલે હવામાન કેવું રહેશે?

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદ કે બરફ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં કરા પણ પડી શકે છે.

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget