શોધખોળ કરો

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

Bharatiya Nyaya Sanhita: બીએનએસ આઈપીસીનું સ્થાન લીધું છે, જે અંગ્રેજોના સમયથી ચાલી આવતું હતું. સરકારે ગયા વર્ષે બીએનએસને સંસદમાં રજૂ કર્યું હતું. 1 જુલાઈથી આ કાયદો લાગુ પણ થઈ ગયો છે.

બીએનએસ સમાચાર: ભારતીય ન્યાય સંહિતાની કલમ 84 આ દિવસોમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ કલમ હેઠળ પરણેલી મહિલાને ગુનાહિત ઇરાદાથી ફોસલાવવાને દંડપાત્ર ગુનો માનવામાં આવશે. બીએનએસમાં 20 પ્રકરણો છે, જેમાં પ્રકરણ 5માં મહિલાઓ સાથે સાથે બાળકો વિરુદ્ધ ગુનાનો કાયદો પણ છે. 1 જુલાઈથી દેશભરમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય પુરાવા અધિનિયમ લાગુ થઈ ગયા છે.

બીએનએસએ 163 વર્ષ જૂના આઈપીસીનું સ્થાન લીધું છે, જે અંગ્રેજોએ ઑક્ટોબર, 1860માં લાગુ કર્યું હતું. આ કાયદામાં ગુનાઓ માટે ઘણી એવી જોગવાઈઓ કરવામાં આવી છે, જે પહેલા આઈપીસી હેઠળ નહોતી. ઉદાહરણ તરીકે હવે લગ્ન અથવા નોકરીનું આશ્વાસન આપીને કોઈની સાથે જાતીય સંબંધ બાંધવા પર 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે સંગઠિત ગુના માટે પણ કડક સજાની જોગવાઈ કરી દેવામાં આવી છે. દોષીને સામાજિક સેવાની સજા આપવાની પણ જોગવાઈ છે.

બીએનએસની કલમ 84 શું છે?

હવે અહીં સવાલ ઉઠે છે કે આખરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 84 શું છે, જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ કલમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ એવી મહિલાને પોતાની સાથે જાતીય સંબંધ બાંધવા માટે ફોસલાવે છે, જે પહેલેથી જ પરણેલી છે તો આવા વ્યક્તિને સજા આપવામાં આવશે. આવું ત્યારે જ થશે, જ્યારે આવું કરનાર વ્યક્તિને સારી રીતે આ વાત ખબર હોય કે જે મહિલાને તે ફોસલાવીને સંબંધ બાંધી રહ્યો છે, તે પહેલેથી જ કોઈ બીજા વ્યક્તિની પત્ની છે.

આ કલમ માત્ર ફોસલાવીને મહિલા સાથે જાતીય સંબંધ બાંધવા પર જ લાગુ થતી નથી, પરંતુ જો તે મહિલાને છુપાવે છે અથવા હિરાસતમાં રાખે છે તો પણ તેને સજા આપવામાં આવશે. જો સરળ શબ્દોમાં કહીએ તો ગુનાહિત ઇરાદાથી કોઈ પરણેલી મહિલાને ફોસલાવીને તેના પતિથી દૂર કરવી અથવા હિરાસતમાં રાખવી હવે દંડપાત્ર ગુનો બની ગયો છે. જો કોઈ વ્યક્તિ આવું કરતો પકડાય છે તો તેને બે વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા અથવા બંને થઈ શકે છે.                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ

ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર

મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!

Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?

Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO

બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો

જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે

Embed widget