![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતમાં પ્રથમવાર ! આ કોર્ટે ક્રિમિનલ કેસમાં કર્યો ChatGPT નો ઉપયોગ, જાણો શું છે સમગ્ર ઘટના?
ભારતમાં પ્રથમ વખત અદાલતે ફોજદારી બાબત પર અભિપ્રાય લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે
![ભારતમાં પ્રથમવાર ! આ કોર્ટે ક્રિમિનલ કેસમાં કર્યો ChatGPT નો ઉપયોગ, જાણો શું છે સમગ્ર ઘટના? In a first, Punjab and Haryana high court uses Chat GPT to decide bail plea ભારતમાં પ્રથમવાર ! આ કોર્ટે ક્રિમિનલ કેસમાં કર્યો ChatGPT નો ઉપયોગ, જાણો શું છે સમગ્ર ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/ac700c131368030461ec1d6b1dc56b61168007023678974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
What Is ChatGPT: ભારતમાં પ્રથમ વખત અદાલતે ફોજદારી બાબત પર અભિપ્રાય લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આરોપીની જામીન અરજી અંગેના તેના અભિપ્રાયને માન્ય કરવા માટે ChatGPTનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં જામીન અરજીઓ પર નિર્ણય લેવા માટે ચેટજીપીટીનો ઉપયોગ પ્રથમ વખત થયો છે.
જસ્ટિસ અનૂપ ચિતકારાની વડપણ હેઠળની બેંચ જૂન 2020માં રમખાણો, ગુનાહિત ધાકધમકી, હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે એવા કેસમાં જામીન આપવા અંગે વિશ્વભરના કાનૂની ન્યાયશાસ્ત્ર વિશે ચેટજીપીટીનો અભિપ્રાય માંગ્યો હતો જ્યાં આરોપી પર ક્રૂરતા સાથે સંકળાયેલા ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ChatGTPને લઇને શું બોલ્યા જસ્ટિસ?
જસ્ટિસ અનૂપ ચિતકારાએ સોમવારે (27 માર્ચ) ના રોજના તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ChatGPTનો કોઈપણ સંદર્ભે કરવામાં આવેલી ટિપ્પણી કેસના કોઈપણ ગુણ-દોષ પર અભિપ્રાયની અભિવ્યક્તિ નથી. એટલું જ નહી નીચલી કોર્ટ આ ટિપ્પણીઓ પર ધ્યાન આપતી નથી. તેમણે કહ્યું કે આ સંદર્ભ ફક્ત જામીન ન્યાયશાસ્ત્ર પર એક વ્યાપક ચિત્ર રજૂ કરવાનો ઇરાદો છે, જ્યાં ક્રૂરતા એક પરિબળ છે.
સુનાવણી દરમિયાન શું થયું
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિએ ChatGPTને પૂછ્યું કે જ્યારે હુમલાખોરોએ નિર્દયતાથી હુમલો કર્યો ત્યારે જામીન પર શું ન્યાયશાસ્ત્ર છે? ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ચેટબોટે જવાબ આપ્યો કે આ કેસ માટે જામીન કેસના સંજોગો અને અધિકારક્ષેત્રના કાયદા અને નિયમો પર નિર્ભર રહેશે. જો હુમલાખોરો પર નિર્દયતા, જેમ કે હત્યા, ઉગ્ર હુમલો, ત્રાસ અને સમુદાય માટે જોખમને સંડોવતા હિંસક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તો ન્યાયાધીશ જામીન આપવામાં ઓછા ઇચ્છુક હોય છે અથવા જામીનની રકમ ઘણી વધારે કરી શકે છે.
ChatGTP શું છે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ ચેટ બોટનો એક પ્રકાર છે. ChatGTP એ ગૂગલની જેમ જ એક સર્ચ એન્જિન છે. તેમાં મળેલી માહિતી અનુસાર, તમે કોઈપણ પ્રકારના સવાલનો જવાબ મેળવી શકો છો. ChatGPT 30 નવેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ડેટાને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત રાખે છે અને માત્ર વ્યવસાય અથવા કાનૂની સમસ્યાઓ માટે માહિતી જાળવી રાખે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)