![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં હવે નવા જીવલેણ રોગનો ખતરો, આ પાંચ લક્ષણ દેખાય તો ચેતી જજો નહિંતર પડી જશે ભારે.....
ડોક્ટરોના મતે, કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે.
![ગુજરાતમાં હવે નવા જીવલેણ રોગનો ખતરો, આ પાંચ લક્ષણ દેખાય તો ચેતી જજો નહિંતર પડી જશે ભારે..... In Gujarat now there is a danger of fatal mucormycosis disease, if these five symptoms appear then the alert judge will fall heavily ગુજરાતમાં હવે નવા જીવલેણ રોગનો ખતરો, આ પાંચ લક્ષણ દેખાય તો ચેતી જજો નહિંતર પડી જશે ભારે.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/d3a79d9ecb20717ba727a1ee33b4273a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં કેસોની સાથે સાથે મૃત્યુઆંત પણ ઉંચો છે ત્યારે હવે મ્યુકોરમાઇકોસિસના રોગે માથું ઉંચકતાં લોકો ફફડી ગયાં છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મોટા પ્રમાણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો મળી આવતાં ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. મ્યુકરમાઈકોસિસનો રોગ કોઈને પણ થઈ શકે છે પણ સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ અસર કરતી નથી. આ કારણે તેમને માટે આ રોગ જીવલેણ નથી પણ કોરોનાના દર્દીઓને આ રોગ થતાં તેમના માટે આ રોગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જો કે ડોક્ટરો તમામ લોકોને આ રોગથી સાવચેત રહેવા સલાહ આપી રહ્યા છે.
ડોક્ટરો નીચે પ્રમાણેનાં લક્ષણો હોય તો મ્યુકોરમાઇકોસિસ હોવાની ચેતવણી આપે છે અને લોકોને સમયસર ચેતી જઈને સારવાર શરૂ કરવા કહી રહ્યા છે.
- મોંઢામાં તાળવાના ભાગે ચાંદાં પડી જાય ને તાળવાનો ભાગ કાળો પડી જાય.
- આંખોમાં દુ:ખાવો થવા માંડે. આંખોને ઝડપથી ખોલી કે બંધ કરી શકો નહીં.
- ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.
- થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે.
- આ અંગો લાલાશ પડતા થવા માંડે અને માથું સખત દુ:ખવાનું શરૂ થાય.
ડોક્ટરોના મતે, કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે. જો પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ મ્યુકોર માઇકોસિસના ચેપની શક્યતા રહેલી હોય છે.
એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. શરીરનાં મહત્વનાં અવયવો ફેફસા , મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે. ઘમા કિસ્સામાં કોરોના મટ્યા બાદ 1520 દિવસ બાદ આ રોગનાં લક્ષણો દેખાય થે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઇકોસિસના રોગની ઝપટમાં આવી રહ્યા છે. પ્રથમ વેવ કરતા સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)