શોધખોળ કરો
Advertisement
દેશના કયા રાજ્યમાં ચિંતાજનક સ્તરે વકર્યો ફરી કોરોના, એક દિવસમાં 40 સંક્રમિતના મોત
કોરોનાએ ફરી માંથુ ઉંચક્યું છે ત્યારે દેેશમાં સંક્રમિતોની સંખ્યા ધીરે ધીરે વધી રહ્યી છે. દેશમાં હાલ કયાં રાજ્યોમાં સૌથી વઘુ સ્થિતિ ચિંતાજનક છે, જાણીએ..
પૂણે: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતાં કેસના પગલે ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.પૂણેમાં રાત્રે 11 થી માંડીને 6 વાગ્યા સુધી જરૂરી સેવાના છોડીને બધું જ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પૂણેમાં 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ ગાઇડ લાઇન કાલથી લાગૂ થશે. આજે સાંજે સાંત વાગ્યે આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે રાજ્યને સંબોધિત કરશે.
મહારાષ્ટ્રમાં શનિવારે 6000થી વધુ કેસ સામે આવ્યાં. શનિવારે કુલ સંક્રમિતોની સંખ્ચા 20,93, 913 સુધી પહોંચી છે. તો 40 લોકોના વધુ મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 51,753 થઇ ગઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 48,436 છે.
કોરોના સંક્રમણમાં દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે. દેશના મૃત્યુઆંકના 33 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 51,753 પહોંચી છે. હાલ દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઇ રહી છે. શનિવારે 40 કોરોના સંક્રમિતોના મોત થયા.
મુખ્યમંત્રી ઉદ્ધવે આપી લોકડાઉનની ચેતાવણી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યને સંબોધિત કરશે. કોરોનાના વઘતા જતા કેર મુદ્દે વાત કરશે. મંગળવારે તેમણે જનતાને ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, ‘જો કોવિડના પ્રોટોકોલનું ગંભીરતાથી પાલન નહી થાય તો ફરી એક લોકડાઉન માટે લોકોએ તૈયાર રહેવું પડશે’
ઉદ્ધવ ઠાકરેએ એક યોજના મુદ્દે વાત કરતા જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના’ 2 મહિના સુધી વધારી દેવાઇ છે. આ સાથે માસ્ક ફરજિયાત પહેવા માટે પણ અનુરોધ કરતા હાલ રેલી, જુલુસ, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવા આદેશ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion