શોધખોળ કરો

એક જ દિવસે 'આપ'ના બે ધારાસભ્યોની ધરપકડ, પીએમ પર ભડક્યા કેજરીવાલ

નવી દિલ્લી: એક જ દિવસમાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યની ધકપરડ થતા કેજરીવાલ ભડક્યા હતા. નરેશ યાદવની પંજાબ પોલીસે ધાર્મિક પુસ્તકના અપમાનના મામલામાં ધરપકડ કરાઈ છે. તો દિલ્લીમાં મહિલાએ લગાવેલા છેડતીના આરોપમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ કરાઈ છે. જેના કારણે દિલ્લીમાં રાજનીતિ ગરમાઈ છે. આપના બે ધારાસભ્યની એક જ દિવસે ધરપકડ થતા કેજરીવાલ ભડક્યા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમની પાછળ પડી ગઈ છે. તેમની પાછળ સીબીઆઈ, ઈડી અને રોને લગાવવામાં આવ્યા છે. અમાનતુલ્લા આમ આદમી પાર્ટીમાંથી ધરપકડ થયેલા દસમાં ધારાસભ્ય છે. અમાનતુલ્લાએ એક મહિલા સાથે 10 જુલાઈના રોજ ખરાબ વ્યવહાર, છેડતી અને હત્યા કરવાની કોશિશ કરવાના મામલામાં ધરપકડ કરાઈ છે. આ મામલે દિલ્લી પોલિસે જણાવ્યું હતું કે 22 જુલાઈએ મહિલાએ સીઆરપીસીની કલમ 164 પ્રમાણે મજિસ્ટ્રેટની સામે આપેલા  નિવેદનમાં મહિલાએ એમ પણ કહ્યું હતું કે એક ગાડીએ તેમને ટક્કર મારવાની કોશિશ કરી હતી. જેમાં ધારાસભ્ય અમાનતુલ્લા બેઠા હતા. આ તમામ આરોપો પર આપ પાર્ટીએ શનિવારે એક સીડી જાહેર કરી દાવો કર્યો હતો કે એક એસએચઓના દબાવમાં આવીને મહિલાએ છેડતી અને ધમકીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ સવાલ કર્યો હતો કે અમાનતુલ્લાની ધરપકડ કરતા પહેલા પોલીસે સીડીની સચ્ચાઈની તપાસ કેમ કરાવી નહીં? આરોપ લગાવનારી મહિલા ત્રણ-ત્રણ વાર તેનું નિવેદન બદલી ચૂકી છે. તો પછી તેની ધરપકડ કેમ કરવામાં આવતી નથી? અમાનતુલ્લાની ધરપકડ પર દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ અમારા વધુ એક ધારાસભ્યની ધરપકડ કરાવી છે.’ વધુમાં તેઓએ કહ્યું હતું કે, ‘આનંદીબેને ગુજરાતમાં દલિતો-પાટીદારોને ખોટા કેસમાં ફસાવી રહી છે, દિલ્લીમાં પીએમ આપના ધારાસભ્યોને ખોટા કેસમાં ફસાવી રહી છે. દિલ્લી અને ગુજરાતમાં એક સાથે લડાઈ થશે.’      

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget