શોધખોળ કરો
Advertisement
પુનર્જન્મનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- સરદાર પટેલ ક્યારેક મોદીને મળશે તો ખૂબ નારાજ થશે
મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરી આનંદ શર્માએ કહ્યું, ગાંધી તો દુખી થશે કે મારા 150 વર્ષ મનાવી રહ્યા છો અને આમ કરી રહ્યો છે. ગાંધીના ચશ્મા અને નામ માત્ર વિજ્ઞાપન માટે નથી. તેમના ચશ્માથી હિન્દુસ્તાનને જુઓ, સમાજનો જુઓ, માનવતાને જુઓ.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ સરદાર પટેલના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, આપણો ધર્મ પુનર્જન્મમાં માને છે તેમ સાંભળ્યું છે. જો સરદાર પટેલ પીએમ મોદીને મળી જાય તો ખૂબ નારાજ થશે.
મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરી આનંદ શર્માએ કહ્યું, ગાંધી તો દુખી થશે કે મારા 150 વર્ષ મનાવી રહ્યા છો અને આમ કરી રહ્યા છે. ગાંધીના ચશ્મા અને નામ માત્ર વિજ્ઞાપન માટે નથી. તેમના ચશ્માથી હિન્દુસ્તાનને જુઓ, સમાજનો જુઓ, માનવતાને જુઓ.
આનંદ શર્માએ ગૃહ મંત્રી અમિત શાહને પૂછ્યું કે, સમગ્ર દેશમાં અસુરક્ષાની ભાવના છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનની ચર્ચા થઈ રહી છે. અનેક જગ્યા પર જમીન લઈ લેવામાં આવી છે. શું તમે પૂરા દેશમાં ડિટેંશન સેન્ટર બનાવી રહ્યા છો. આ જર્મનીના કોન્સટ્રેશન કેંપ (નાઝી કેંપ)ની યાદ અપાવી રહ્યા છે.Anand Sharma,Congress in Rajya Sabha: In our religion, we believe in rebirth,and that we meet our elders. So if Sardar Patel meets Modi ji then he will be very angry with him, Gandhi ji will ofcourse be sad, but Patel will be indeed very angry. #CitizenshipAmendmentBill pic.twitter.com/cTcnyynaet
— ANI (@ANI) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement