ઇન્કમ ટેક્સનુ નવુ પોર્ટલ આજથી શરૂ, 18 જૂને લૉન્ચ થશે નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ
આવકવેરા વિભાગ અનુસાર ટેક્સ પેયર આ પોર્ટલ પર ઓનલાઇન વિવરણ આપી શકશે. આની સાથે જ આ પોર્ટલ આપેલા વિવરણની તાત્કાલિક પ્રૉસેસિંગની સુવિધાથી જોડાયેલુ છે, અને આનાથી કર રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પુરી કરી શકાશે.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગનુ નવુ પોર્ટલ આજથી શરૂ થઇ રહ્યું છે. આવકવેરા વિભાગ અનુસાર ટેક્સ પેયર આ પોર્ટલ પર ઓનલાઇન વિવરણ આપી શકશે. આની સાથે જ આ પોર્ટલ આપેલા વિવરણની તાત્કાલિક પ્રૉસેસિંગની સુવિધાથી જોડાયેલુ છે, અને આનાથી કર રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પુરી કરી શકાશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ની એક જાહેરાત અનુસાર, આ પોર્ટલ www.incometax.gov.in આજથી શરૂ થઇ રહ્યું છે. આ પોર્ટલ સુવિધા વાળુ હશે, અને આનાથી કર રિફંડ પ્રક્રિયા પણ ઝડપથી પુરી કરી શકાશે. આની સાથે જ સીબીડીટી એક નવી કર પેમેન્ટ સિસ્ટમ પણ 18 જૂનથી શરૂ કરવા જઇ રહ્યું છે. પોર્ટલ લૉન્ચ કર્યા બાદથી મોબાઇલ એપ પણ લૉન્ચ કરવામાં આવશે, જેથી કરદાતા તેની જુદીજુદી સુવિધાઓથી પરિચિત થઇ શકે.
સીબીડીટીએ નિવેદનમાં કહ્યું- ટેક્સ પેમેન્ટની નવી સિસ્ટમ લાગુ થયા બાદ તેનાથી કરદાતાને આદિ થવામા થોડોક સમય લાગી શકે છે. અમે ઇચ્છીએ છીએ કે વાપરતા પહેલા તમામ કરદાતા આના ફિચર્સને સારી રીતે સમજી લે. અમે અમારા કરદાતા અને શેરધારકોને ઇન્કમ ટેક્સનુ નવુ પોર્ટલ લૉન્ચ થયા બાદ શરૂઆતમાં ધૈર્ય રાખવાની અપીલ કરી રહ્યાં છીએ. આ એક બહુજ મોટો ફેરફાર છે, અને ટેક્સ પેમેન્ટ માટે નવી સિસ્ટમ સહિત આના અન્ય તમામ ફિચર્સ પણ જલ્દી રિલીઝ કરી દેવામાં આવશે.