શોધખોળ કરો

Independence Day 2022: 'શ્વેત ક્રાંતિ'ના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમણે ભારતને બનાવ્યો દૂધ ઉત્પાદનમાં ટોચનો દેશ

શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં આશ્ચર્યજનક વધારો વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં થયો હતો

Dr. Verghese Kurien:  કોઈપણ દેશની સફળતા અને વિકાસમાં ઘણા લોકોનો હાથ હોય છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ 75 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. જે દેશ આઝાદી સમયે ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યો હતો તે દેશ આજે વિશ્વમાં અનાજની નિકાસ કરે છે. આપણો દેશ વિવિધ ક્ષેત્રોમાં તમામ પ્રકારની વસ્તુઓના ઉત્પાદનમાં અગ્રેસર છે.

દેશના લીડર બનવા પાછળ કોઈ ચમત્કાર નથી, પરંતુ તે બધા લોકોની સખત મહેનત અને નેતૃત્વ છે, જેમણે તેમની ક્ષમતાના બળ પર સંબંધિત ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી હતી. આવું જ એક વ્યક્તિત્વ છે 'વર્ગીસ કુરિયન' જેમના પ્રયાસોથી દેશમાં દૂધ ક્રાંતિ થઈ. જે પછી લોકો કહેવા લાગ્યા કે ભારતમાં દૂધની નદીઓ વહે છે. આ લેખમાં અમે તમને વર્ગીસ કુરિયન અને તેમના નેતૃત્વમાં દૂધ ક્રાંતિ વિશે જણાવીશું.

ઓપરેશન ફ્લડ અથવા દૂધ ક્રાંતિ

દૂધ એ એક મહત્વપૂર્ણ ખોરાક છે જે શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. 70ના દાયકા સુધી ભારતમાં દૂધનું ઉત્પાદન યોગ્ય હતું પરંતુ વસ્તી અને માંગ પ્રમાણે તે ઘણું ઓછું હતું. જેને ધ્યાનમાં રાખીને ભારતમાં 13 જાન્યુઆરી 1970ના રોજ દૂધની અછતને દૂર કરવા માટે 'ઓપરેશન ફ્લડ' શરૂ કરવામાં આવ્યું હતું.

આને દૂધ ક્રાંતિ અથવા શ્વેત ક્રાંતિનું નામ આપવામાં આવ્યું. આ પછી ભારતમાં દૂધના ઉત્પાદનમાં જંગી વધારો થયો હતો. આ વધારો એટલો મોટો હતો કે ભારત દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વનો ટોચનો દેશ બન્યો.

વર્ગીસ કુરિયન: શ્વેત ક્રાંતિના પિતા

શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં આશ્ચર્યજનક વધારો વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં થયો હતો. તેથી જ તેમને શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. તેઓ લાંબા સમયથી દૂધના ઉત્પાદન સાથે સંકળાયેલા હતા. વર્ગીસ કુરિયને ડેરી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

તેમણે થોડો સમય જમશેદપુર સ્થિત TISCOમાં પણ કામ કર્યું હતું. બાદમાં 1949માં તેઓ એક ડેરી (કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ)માં જોડાયા અને તેમનું કામ સંભાળ્યું હતું. બાદમાં આ ડેરીનું વિસ્તરણ કરવામાં આવ્યું અને બાદમાં તેનું નામ બદલીને 'અમૂલ' કરવામાં આવ્યું. અમૂલ આજે દૂધના ઉત્પાદન અને વેચાણમાં દેશની ટોચની બ્રાન્ડ છે.

'શ્વેત ક્રાંતિ' લાવનાર ડૉ. કુરિયન દૂધ પીતા નહોતા

તમને જાણીને નવાઈ લાગશે કે 'મિલ્ક રિવોલ્યુશન'ના જનક ડૉ. વર્ગીસ કુરિયનને દૂધ પીવું પસંદ નહોતુ. જો કે, એવા ઘણા લોકો છે જેઓ દૂધ પીતા નથી. પરંતુ વર્ગીસ કુરિયન વિશે જ્યારે આ વાત સાંભળીએ છીએ ત્યારે તમને જરા આશ્ચર્ય થશે છે કે દેશમાં દૂધની નદીઓ વહેતી કરનાર વ્યક્તિ પોતે દૂધ કેમ પીતી નથી. આ અંગે વર્ગીસ કુરિયને કહ્યું હતું કે તેમને દૂધ પીવું પસંદ નથી.

'દૂધ ક્રાંતિ'ના પિતાને અનેક માન-સન્માન મળ્યા

ડૉ. વર્ગીસ કુરિયનને દૂધ ઉત્પાદનમાં તેમના ક્રાંતિકારી યોગદાન માટે ઘણા પુરસ્કારો અને સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને સરકાર દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ આપવામાં આવ્યા હતા. આ સિવાય તેમને રેમન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો હતો, જેને એશિયાનો નોબેલ કહેવામાં આવે છે. તેમને અમેરિકાનો ઈન્ટરનેશનલ પર્સન ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય તેમને અન્ય ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. વર્ગીસ કુરિયને તેમનો લાંબો સમય દૂધ ક્રાંતિ દ્વારા લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યો હતો. 9 સપ્ટેમ્બર 2012ના રોજ તેમનું નિધન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget