શોધખોળ કરો
Advertisement
પુલવામાનો બદલોઃ 21 મિનીટ સુધી બૉમ્બમારો કરી વાયુસેનાએ 350 આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ લઈ લીધો છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીમાં ઘુસીને વિસ્ફોટ કર્યા છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતની આ કાર્યવાહીમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વાયુસેનાના ઓપરેશનની માહિતી આપી છે.
વિદેશ સચિવની પ્રેસ કૉન્ફરન્સમાં વિજય ગોખલેએ કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં અમારા 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન હંમેશા આ સંગઠનોની પાકિસ્તાનમાં હોવાનો ઇનકાર કરતુ રહ્યું છે, પણ અમે અમારી રણનીતિ અનુસાર આ સંગઠનો પર એર સ્ટ્રાઇક કરી છે.
આજે સવારે કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જૈશના કમાન્ડર સહિત કેટલાય આતંકીઓ ઠાર મરાયા છે. આ એક અસૈન્ય કાર્યવાહી હતી જેમાં આતંકી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગોખલેએ કહ્યું કે 20 વર્ષથી પાકિસ્તાન આતંકીઓ કાવતરા રચી રહ્યું હતુ અને આતંકી સંગઠનો પર આજ સુધી કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. PoKમાં વાયુસેનાની કાર્યવાહી પર ભારતે સત્તાવાર રીતે માહિતી આપી, વિદેશ સચિવની પ્રેસ કૉન્ફરન્સમાં વિજય ગોખલેએ કહ્યું અમે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. એલઓસી પર વાયુસેનાની કાર્યવાહીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બિરદાવી કહ્યું, હું સલામ કરુ છુ દેશના જવાનોને. એર સ્ટ્રાઇક બાદ કચ્છ બોર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રૉનને પણ તોડી પાડ્યુ હતું સુત્રો અનુસાર, સીમા પર કરીને વાયુસેના મોટી કાર્યવાહી કરી, જેમાં 200 થી 300 આતંકીઓ ઠાર મરાયા. ભારતીય સેનાએ 12 દિવસ બાદ પુલવામાં એટેકનો બદલો લીધો. પુલવામા હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લગાવ્યો છે. જોકે, પાકિસ્તાનની સેનાના આ આરોપ પર ભારતીય સેના તરફતી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ભારતીય વાયુસેનાએ કેવી રીતે અને ક્યારે કરી કાર્યવાહી? પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી કાર્યવાહી કરી છે. 1 હજાર કિલોના બોમ્બ પાકિસ્તાન પર ફેંક્યા છે. 10 મિરાજ વિમાનોથી આતંકીઓ ઠેકાણા પર હુમલો કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય વિમાન સવારે સાડા ત્રણ વાગે LoCમાં અંદર ઘૂસ્યા હતાં. જૈશના ઠેકાણાઓ પર 1 હજાર કિલો બોમ્બ માર્યો કર્યો છે. પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે વહેલી સવારે ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લેઘન કર્યું. પાકિસ્તાન વાયુ સેનાએ તરત જ કાર્રવાઈ કરી. ભારતીય વિમાન પરત ચાલ્યા ગયા.’ આ પહેલા પણ શુક્રવારે મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, અમે યુદ્ધ માટે તૈયાર નથી, પરંતુ જો સામે પક્ષે યુદ્ધ લાદવામાં આવશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.A TRULY BEAUTIFUL GOOD MORNING. THANKS @narendramodi SIR AND BRAVEHEARTS OF OUR ARMY . JAI HO . ????????????????????????
— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement