શોધખોળ કરો

ગલવાન ઘાટી અને ગોગરા બાદ ચીની સેના હૉટ-સ્પ્રિંગ અને ફિંગર એરિયા-4 પરથી પાછળ ખસી

ફિંગર એરિયાની ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ પાછળ હટવું પડ્યું છે. આ ભારત માટે મોટો ઝટકો હોઈ શકે છે, કારણ કે ફિંગર -4માં ભારતની આઈટીબીપી પોસ્ટ ઘણા વર્ષોથી હતી.

લેહ: ગલવાન ઘાટી અને ગોગરા બાદ ગુરુવારે ચીની સેના હોટ-સ્પ્રિંગ (પીપી-17) અને ફિંગર એરિયા 4થી પાછળ ખસી ગઈ છે. પરંતુ આ ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ ફિંગર એરિયામાં જેટલું જરૂરી હતું પાછળ ખસવું પડ્યું છે. સૂત્રોની માનીએ તો ચીની સૈનિકો જે ફિંગર 4 પર હતા, તે હવે ફિંગર 5 પર જતા રહ્યાં છે. એટલે કે ચીની સેના પાછળ ખસી ગઈ છે. જો કે, કેટલાક ચીની સૈનિકો ગુરુવારે સાંજ સુધી ફિંગર-4 ની રિઝ લાઈન પર દેખાઈ રહ્યાં હતા. પરંતુ સૂત્રોની માનીએ તો તેઓ પણ શુક્રવારે ફિંગર 5 પર જતા રહેશે. ફિંગર એરિયાની ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ પાછળ હટવું પડ્યું છે. આ ભારત માટે મોટો ઝટકો હોઈ શકે છે, કારણ કે ફિંગર -4માં ભારતની આઈટીબીપી પોસ્ટ ઘણા વર્ષોથી હતી, જો કે, હાલમાં આ પોસ્ટ વિશે સ્પષ્ટ જાણકારી નથી મળી પરંતુ ફિંગર-4 પરથી ભારતીય સૈના પાછળ જરૂર ખસી ગઈ છે. નોંધનીય છે કે, 1999 બાદથી ફિંગર-8 થી ફિંગર-5ની વચ્ચે એક રસ્તો બનાવીને ચીનની પીએલએ સેનાએ અહીં પોતાનો કબ્જો જમાવી લીધો હતો. રસ્તો બન્યા બાદ પણ ચીની સેનાએ અહીં (5-8)ની વચ્ચે કોઈ પણ પોસ્ટ કે બંકર બનાવ્યું નથી. ચીની સેના ફિંગર-8થી પાછળ સિરેઝેપ વિસ્તારથી આ વિસ્તાર પર નજર રાખતી આવી હતી. જો ભારતીય સેના પેટ્રોલિંગ માટે ક્યારે અહીં જતી ત્યારે તેઓ ગાડી લઈને તરત અહીં પહોંચીને બેનર-ડ્રીલ દર્શાવીને ભારતીય સેનાને પાછી મોકલી દેતા હતા. એવામાં લાઈન ઓફ એક્ચૂઅલ કંટ્રોલને ફિંગર 5 અને 4 વચ્ચે માનવામાં આવી હતી. ભારતની ચોકી ફિંગર 4 પર પહેલેથી જ હતી. પરંતુ આ વર્ષે 5-6 મેમાં ચીની સેના ફિંગર-4ની રિઝ લાઈન સુધી પહોંચી ગઈ છે અને ફિંગર-4 અને 5 વચ્ચે બંકર અને ‘પિલ બોક્સ’ બનાવી લીધા છે. જેના કારણે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. તેના બાદ બન્ને દેશોની સેના અહીં એક બીજા સામે આવી ગઈ હતી અને ફેસઓફની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, 30 જૂનના રોજ ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. આ બેઠકમાં બન્ને દેશ ગલવાન ઘાટી, ગોગરા, હોટ સ્પ્રિંગ અને ફિંગર એરિયામાં ડિસઈન્ગેઝમેન્ટ માટે તૈયાર થયા હતા. તેના બાદ બન્ને દેશોની સેના ગલવાન ઘાટીથી દોઢ દોઢ કિલોમીટર પાછળ ખસી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget