India Corona Cases Today: ભારતમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે 24 કલાકમાં કેટલા લોકોના થયાં મોત ? જાણો આજનો આંકડો
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 36,126 પર પહોંચી છે. જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંકડો 4 કરોડ 40 લાખ 32 હજાર 671 થયો છે.
India Corona Cases: ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3011 નવા કેસ નોંધાયા છે, જયારે 28 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 36,126 પર પહોંચી છે. જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંકડો 4 કરોડ 40 લાખ 32 હજાર 671 થયો છે. કુલ મૃત્યુઆંક 5 લાખ 28 હજાર 701 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 218 કરોડ 77 લાખ 6 હજાર 75 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 1, 70,034 લોકોનું ગઈકાલે રસીકરણ થયું હતું.
ઓક્ટોબરમાં કેટલા નોંધાયા કેસ
- 2 ઓક્ટોબરે 3375 નવા કેસ નોંધાયા હતા.
- 1 ઓક્ટોબરે 3805 નવા કેસ નોંધાયા હતા.
3,011 new Covid19 cases in India today; Active caseload at 36,126.
— ANI (@ANI) October 3, 2022
સુરતમાં ગરબા રમતા યુવકના મોતથી શોકનો માહોલ
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.