India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ ફરી એક લાખ નજીક પહોંચ્યા, છેલ્લા 24 કલાકમાં 415 સંક્રમિતોના મોત
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
![India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ ફરી એક લાખ નજીક પહોંચ્યા, છેલ્લા 24 કલાકમાં 415 સંક્રમિતોના મોત India Corona Cases: India active cases once again reached nearly one lakh mark India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ ફરી એક લાખ નજીક પહોંચ્યા, છેલ્લા 24 કલાકમાં 415 સંક્રમિતોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/389a0c522df68aff80007cb3e58a31b5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 57માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 160માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8603 નવા કેસ નોંધાયા છે અને 415 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8190 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 99974 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4463 કેસ નોંધાયા છે અને 269 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા પાંચ દિવસમાં કેટલા કેસ નોંધાયા
શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 126,53,44,975 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 73,63,706 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 15,52,596 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 32 હજાર 963
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 53 હજાર 856
- એક્ટિવ કેસઃ 99 હજાર 974
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 70 હજાર 530
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)