India Corona Cases: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા કોરોના કેસ, 300થી વધુ સંક્રમિતોના મોત
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 40માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 143માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,197 નવા કેસ નોંધાયા છે અને 301 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12134 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 527 દિવસના નીચલા સ્તર 1,29,555 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5516 કેસ નોંધાયા છે અને 39 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6705 લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 113 કરોડને પાર પહોંચ્યો છે. શુક્રવારે દેશમાં 287 દિવસ બાદ સૌથી ઓછા 8,865 નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 57 હજાર 733
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 919
- એક્ટિવ કેસઃ 1 લાખ 28 હજાર 555
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 956
#COVID19 | Of the 10,197 new cases, 12,134 recoveries & 301 deaths in last 24 hrs, Kerala reported 5516 cases, 6705 recoveries and 39 deaths.
— ANI (@ANI) November 17, 2021
Gujarat Corona Cases: 24 કલાકમાં રાજ્યમાં 35 નવા કેસ નોંધાયા
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મંગળવારે એક પણ મોત થયું નથી અને 5,05,556 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં 2, વલસાડમાં 2, કચ્છમાં એક, નવસારીમાં એક નવા કોરોનાના કેસ નોંધાયા હતા.