(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 443 સંકમિતોના મોત, જાણો કેટલા નોંધાયા કેસ
India Covid-19 Cases: ત્રણ દિવસમાં જ 1500થી વધુ સંક્રમિતોના મોત થયા છે.
India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 14,306 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 443 લોકોના મોત થયા છે.ત્રણ દિવસમાં જ 1500થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,67,695 પર પહોંચી છે.
છેલ્લા 24 દિવસમાં નોંધાયેલા કેસ
1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
10 ઓક્ટોબરઃ 18,106
11 ઓક્ટોબરઃ 18,132
12 ઓક્ટોબરઃ 14,313
13 ઓક્ટોબરઃ 15,823
14 ઓક્ટોબરઃ 18,987
15 ઓક્ટોબરઃ 16,862
16 ઓક્ટોબરઃ 15,981
17 ઓક્ટોબરઃ 14,146
18 ઓક્ટોબરઃ 13,596
19 ઓક્ટોબરઃ 13,058
20 ઓક્ટોબરઃ 14,623
21 ઓક્ટોબરઃ 18,454
22 ઓક્ટોબરઃ 15,786
23 ઓક્ટોબરઃ 16,326
24 ઓક્ટોબરઃ 15,906
કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.