શોધખોળ કરો
Advertisement
India Corona Cases Today: જુલાઈમાં 10મી વખત નોંધાયા 16 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસ 1.30 લાખને પાર
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ 1,30,713 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,454 થયો છે. અત્યાર સુધીમાં 4,29,83,162 લોકો કોરોના સામે જંગ જીત્યા છે
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં દસમી વખત 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,678 નવા કેસ નોંધાયા અને 26 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,629 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.30 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 5.99 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,30,713 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,454 થયો છે. અત્યાર સુધીમાં 4,29,83,162 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,88,77,5378 થયો છે, જેમાંથી ગઈકાલે 11,44,145 ડોઝ આપવામાં આવ્યા હતા.
#COVID19 | India reports 16,678 fresh cases, 14,629 recoveries and 26 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 11, 2022
Active cases 1,30,713
Daily positivity rate 5.99% pic.twitter.com/A2M7HQprWW
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
- 10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
- 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
- 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement