India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ 1,09,568 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,168 થયો છે.
Coronavirus India Update: દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે 17 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17,092 નવા કેસ નોંધાયા છે અને 29 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ 1.09 લાખને પાર થયા છે.
શું છે સ્થિતિ
દેશમાં એક્ટિવ કેસ 1,09,568 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,168 થયો છે. અત્યાર સુધીમાં 4,28,51,590 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,84,80,015 થયો છે, જેમાંથી ગઈકાલે 9,09,776 ડોઝ આપવામાં આવ્યા હતા.
#COVID19 | India reports 17,092 fresh cases, 14,684 recoveries and 29 deaths, in the last 24 hours.
Active cases 1,09,568
Daily positivity rate 4.14% pic.twitter.com/aZA8O5XmSq — ANI (@ANI) July 2, 2022
રાજકોટઃ નદીના પ્રવાહમાં રમકડાંની જેમ તણાઈ કાર
રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.
ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં છે અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.