(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Today: ભારતમાં કોરોના ઊંચકી રહ્યો છે માથું, આજનો આંકડો જાણીને ચોંકી જશો
India Covid-19 Update: ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો વધારો થયો છે.
Coronavirus Cases Today in India: ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 29 હજાર નજીક પહોંચ્યો છે.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,857 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,715 પર પહોંચ્યો છે. દેશમાં 4,263,6,710 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,43,26,416 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,94,086 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
જૂન 2022માં નોંધાયેલા કેસ
- 7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.
- 6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જૂન રવિવારે 4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.
- 4 જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
- 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
- 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
ગુજરાતમાં 8 દિવસમાં કોરોનાના કેસ બમણા થયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો શરૂ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72 નવા કેસ સામે આવ્યા છે. 7 માર્ચ એટલે કે બરાબર ૩ મહિના બાદ નવા કેસનો આંક 70 ને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 44, સુરત-વડોદરામાંથી 7, રાજકોટમાંથી 4, અરવલ્લી-વલસાડમાંથી 2 જ્યારે આણંદ-બનાસકાંઠા-ગાંધીનગર-ગીર સોમનાથ-મહેસાણા-સાબરકાંઠામાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 7 દિવસમાં જ કુલ 384 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. 30 મેના રાજ્યમાં 34 નવા કેસ નોંધાયા હતા. આમ, 8 દિવસમાં જ દૈનિક કેસનો આંક બમણો થઇ ગયો છે.