India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 17માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. જોકે કેરળમાં હજુ પણ સ્થિતિ ખરાબ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5784 નવા કેસ નોંધાયા છે અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7995 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 88,993 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 203 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા બે દિવસમાં કેટલા કેસ નોંધાયા
13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 133,88,12,577 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 66,98,601 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 9,90,482 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 3 હજાર 644
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 38 હજાર 763
- એક્ટિવ કેસઃ 88 હજાર 993
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 888