India Corona Cases: દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં થયો વધારો, જાણો લેટેસ્ટ આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 55માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 158માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9765 નવા કેસ નોંધાયા છે અને 477 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8548 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 99763 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4538 કેસ નોંધાયા છે અને 403 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં કેટલા કેસ નોંધાયા
બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
COVID19 | India reports 9,765 new cases, 477 deaths and 8,548 recoveries in the last 24 hours; Active caseload currently stands at 99,763 pic.twitter.com/WKj3abp1tK
— ANI (@ANI) December 2, 2021
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 124,96,19,515 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 80,35,261 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 6 હજાર 246
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 37 હજાર 54
- એક્ટિવ કેસઃ 99 હજાર 763
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 69 હજાર 724