India Corona Cases: દેશમાં ફરી વધ્યા એક્ટિવ કેસ, જાણો આજે કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોના થયા મોત
India Coronavirus Updates: સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,326 નવા કેસ અને 260 સંક્રમિતોના મોત થયા છે.
India Coronavirus Update: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરીથી વધારો થયો છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,326 નવા કેસ અને 260 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,031 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2034 વધી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 16,671 નવા કેસ નોંધાયા હતા અને 120 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46,14,594 થઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 24,438 પર પહોંચ્યો છે.
છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ
- 16 સપ્ટેમ્બરઃ 30,570
- 17 સપ્ટેમ્બરઃ34,403
- 18 સપ્ટેમ્બરઃ 35,662
- 19 સપ્ટેમ્બરઃ30,773
- 20 સપ્ટેમ્બરઃ 30,256
- 21 સપ્ટેમ્બરઃ 26,115
- 22 સપ્ટેમ્બરઃ 26,964
- 23 સપ્ટેમ્બરઃ 31,923
- 24 સપ્ટેમ્બરઃ 31,382
- 25 સપ્ટેમ્બરઃ 29,616
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 52 હજાર 745
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 02 હજાર 351
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 03 હજાર 476
- કુલ મોતઃ 4 લાખ 46 હજાર 918
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 85,60,81,527 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 68,42,527 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
India reports 28,326 new COVID cases, 26,032 recoveries, and 260 deaths in the past 24 hours.
— ANI (@ANI) September 26, 2021
Active cases: 3,03,476
Total recoveries: 3,29,02,351
Death toll: 4,46,918
Vaccination: 85,60,81,527 (68,42,786 in the last 24 hours) pic.twitter.com/2g3YsGlXnS
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.