India Corona : PM મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે કોરોનાની સમિક્ષા બેઠક
કોરોનાની સમિક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દેશભરના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 11.30 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આઈએમએના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે.
નવી દિલ્લીઃ કોરોનાની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ બેઠક કરશે. આગામી 13મી જાન્યુઆરીએ પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોના અને ઓમિક્રોનને રોકવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે.
કોરોનાની સમિક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દેશભરના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 11.30 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આઈએમએના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે. ગુજરાતમાંથી ડૉક્ટર અનિલ નાયક, ડૉ મેહુલ શાહ, ડૉ અતુલ પંડ્યા, અને રાજકોટના 2 ડૉક્ટર્સ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાશે.
Union Health Minister Mansukh Mandaviya will be doing a virtual meeting with all Indian Medical Association leaders and senior doctors across the country on Covid management at 11:30 am today
— ANI (@ANI) January 11, 2022
(file photo) pic.twitter.com/0UoWq8JSb9
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે.
- એક્ટિવ કેસઃ 8,21,446
- કુલ ડિસ્ચાર્જઃ 34570131
- કુલ મૃત્યુઆંકઃ484213
- કુલ રસીકરણઃ 1,52,89,70,294
કેટલું ટેસ્ટિંગ થયું