Corona Vaccine: ભારતે કોરોના રસીકરણમાં રચ્યો ઈતિહાસ, 200 કરોડનો આંકડો કર્યો પાર
Corona Vaccine: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. દેશમાં રસીકરણનો આંકડો 200 કરોડને પાર થઈ ગયો છે.
Corona Vaccine: ભારતે 200 કરોડ રસીકરણનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આવું કરનાર ભારત ચીન પછી બીજો દેશ છે. કોરોનાના કેસોને જોતા દેશમાં ઝડપથી રસીકરણ ચાલી રહ્યું છે, હાલમાં લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ભારતે માત્ર 18 મહિનામાં આ આંકડો પાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ભારત જેવા દેશમાં આટલા લોકો સુધી રસી પહોંચાડવી સરળ કામ નહોતું. ભારતમાં હજુ પણ રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે 12 વર્ષથી નીચેના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. રસીકરણના 200 કરોડના આંકડાને સ્પર્શવામાં સરકારની મહત્વની ભૂમિકા છે. સરકારના યોગ્ય આયોજનના આધારે જ દેશે આટલી મોટી સિદ્ધિ મેળવી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709 થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
India crosses 2 Billion doses of the #COVID19 vaccine administered so far under the nationwide vaccination drive pic.twitter.com/THqR9DlBqF
— ANI (@ANI) July 17, 2022
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
16 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.
15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.